પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન Zaheer Abbas હોસ્પિટલમાં દાખલ, ક્રિકેટ ચાહકોમાં ઉચાટ, આ રોગ બન્યો જીવલેણ!

|

Jun 22, 2022 | 8:39 AM

Cricket : એવા અહેવાલ છે કે દુબઈથી ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ઝહીર અબ્બાસ (Zaheer Abbas) ની તબિયત બગડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈથી લંડન જતી વખતે તે કોરોના (COVID-19) સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન Zaheer Abbas હોસ્પિટલમાં દાખલ, ક્રિકેટ ચાહકોમાં ઉચાટ, આ રોગ બન્યો જીવલેણ!
Zaheer Abbas (PC: Twitter)

Follow us on

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઝહીર અબ્બાસ (Zaheer Abbas) ની તબિયત લથડી છે. હાલ ઈંગ્લેન્ડમાં તેની સારવાર ચાલી રહી છે. તેમને લંડનની એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝહીર અબ્બાસના પરિવારે જિયો ન્યૂઝને આપી હતી. એવા અહેવાલ છે કે દુબઈથી ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન અબ્બાસની તબિયત બગડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તે લંડન જતી વખતે દુબઈમાં એક કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે તે લંડન પહોંચ્યા ત્યારે તેમને કિડનીમાં દુખાવાની અને ન્યુમોનિયાની ફરિયાદ કરી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઝહીર અબ્બાસને 3 દિવસ પહેલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દિગ્ગજ ક્રિકેટરના પરિવારે તેના ચાહકોને પ્રાર્થનાની અપીલ કરી છે. જો સૂત્રોનું માનીએ તો તે હાલમાં સારવાર હેઠળ છે અને આ દરમિયાન ડોક્ટરે ઝહીર અબ્બાસને લોકોને મળવાની મનાઈ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ઝહીર અબ્બાસની તબિયત બગડવાથી ક્રિકેટ જગતમાં હડકંપ

ઝહીર અબ્બાસ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. હાલમાં હોસ્પિટલના ICU માં દાખલ ઝહીર અબ્બાસ માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે. ક્રિકેટ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેના સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી રહી છે.

 

 

ઝહીર અબ્બાસની ક્રિકેટ કારકિર્દી

એશિયન બ્રેડમેન તરીકે જાણીતા ઝહીર અબ્બાસ (Zaheer Abbas) એ વર્ષ 1969 માં ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે પોતાના સમયના મહાન બેટ્સમેન ગણાતા હતા. જેમણે પાકિસ્તાન માટે 72 ટેસ્ટમાં 5062 રન અને 62 વનડેમાં 2572 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝહીર અબ્બાસે 459 મેચમાં 34,843 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 108 સદી અને 158 અડધી સદી ફટકારી છે. આ સિવાય તે એક ટેસ્ટ અને 3 વનડેમાં મેચ રેફરી પણ રહી ચુક્યા છે. વર્ષ 2020 માં તેને જેક કાલિસ અને લિસા સ્થલેકર સાથે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

Published On - 8:02 am, Wed, 22 June 22

Next Article