Indian Cricket: ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીનો દિકરો હવે ઇંગ્લેન્ડ માટે રમશે, U19 માં થયું સિલેક્શન

|

Aug 05, 2022 | 1:51 PM

Indian Cricket: ટીમ ઈન્ડિયા (Team India) ના પૂર્વ બોલરનો પુત્ર ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમતો જોવા મળશે. ખેલાડીની પુત્રી પણ લેન્કેશાયરની અંડર-19 ટીમનો ભાગ રહી ચૂકી છે.

Indian Cricket: ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીનો દિકરો હવે ઇંગ્લેન્ડ માટે રમશે, U19 માં થયું સિલેક્શન
Harry Singh Cricket (PC: Twitter)

Follow us on

ક્રિકેટ જગત (Cricket World) માં એવા ઘણા ખેલાડીઓ છે જેઓ પોતાનો દેશ છોડીને બીજા દેશો માટે ક્રિકેટ રમ્યા છે. એવા ઘણા ભારતીયો છે જે આજના સમયમાં પણ વિદેશી ટીમોમાં રમી રહ્યા છે. તો ઘણા ખેલાડીઓ બે દેશો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા ભારતીય ક્રિકેટર વિશે જણાવીશું જે પોતે ટીમ ઈન્ડિયા માટે રમ્યા હતા. પરંતુ તેનો પુત્ર ઈંગ્લેન્ડ તરફથી રમતો જોવા મળશે. આ ખેલાડીને ઇંગ્લેન્ડની U19 ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો છે.

બીજા દેશ માટે રમશે આ ભારતીય ક્રિકેટરનો દિકરો

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ (RP Singh) નો પુત્ર હેરી સિંહ (Harry Singh) ઈંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમવા માટે તૈયાર છે. આરપી સિંહના પુત્ર હેરી સિંહની ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ (England Cricket) માં પસંદગી થઈ છે. હેરી સિંહને શ્રીલંકા અંડર-19 સામે હોમ સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. આ તેના માટે ખાસ ઉપલબ્ધિ છે.

ECB એ ફોન પર આપ્યા સારા સમાચાર

રુદ્ર પ્રતાપ સિંહ (RP Singh) ભારત માટે બહુ વધારે મેચ રમી શક્યો ન હતો. લખનૌના રહેવાસી આરપી સિંહે 1986માં ઓસ્ટ્રેલિયા સામે બે વનડે રમી હતી. આરપી સિંઘ 1990 ના દાયકાના અંતમાં ઇંગ્લેન્ડ ગયો હતો અને લેન્કેશાયર કાઉન્ટી ક્લબ અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) સાથે કોચિંગ તરીકે કામ કર્યું હતું. આરપી સિંહે ભારતીય અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તેમને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી ફોન આવ્યો હતો કે તેમના પુત્રને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

8 વર્ષની ઉમરમાં રમવાનું શરૂ કર્યું

આરપી સિંહના પુત્ર હેરી સિંહે આઠ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ઈંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન ક્રિકેટમાં તેમનો રસ વધ્યો. આરપી સિંહ કહે છે કે તેમનો દીકરો ફૂટબોલમાં પણ સારો હતો. પરંતુ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ ક્રિકેટમાં તેનો રસ વધતો ગયો. ત્યારે પરિવારે નક્કી કર્યું કે તેમનો એકમાત્ર પુત્ર તેના પિતાના કોચિંગ હેઠળ ક્રિકેટ રમશે. આરપી સિંહની પુત્રીએ પણ ઈંગ્લેન્ડમાં લેન્કેશાયરની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ બાદમાં અભ્યાસ માટે ક્રિકેટ છોડી દીધું હતું.

Next Article