ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બ્રેટ લીએ ઉમરાન મલિક વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

|

May 31, 2022 | 9:56 AM

Brett Lee On Umran Malik: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન ઉમરાન મલિક માટે કોઈ સુવર્ણ સપનાથી ઓછું નથી. ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ઉમરાનને ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બ્રેટ લીએ ઉમરાન મલિક વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Brett Lee and Umran Malik (PC: InsideSport)

Follow us on

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર બ્રેટ લી (Brett Lee) એ સોમવારે ઉમરાન મલિક (Umran Malik) ના વખાણ કરતાં કહ્યું કે, યુવા ખેલાડી ઉમરાન મલિક એ ક્રિકેટ જગતમાં એક મોટી શોધ છે અને જો તે તેની બોલિંગના કેટલાક ટેકનિકલ ક્ષેત્રો પર કામ કરે તો તે વધુ ઝડપી બોલિંગ કરી શકે છે.

તાજેતરમાં પુરી થયેલ IPL 2022 માં ઘણા યુવા ભારતીય બોલરોએ તેની ગતિથી નિષ્ણાતો અને ચાહકોને પ્રભાવિત કર્યા હતા. પરંતુ ઉમરાન મલિક એક અસાધારણ પ્રદર્શન કરનાર હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના આ ફાસ્ટ બોલર માટે બ્રેકઆઉટ સીઝન હતી. કારણ કે તેણે 14 મેચમાં 22 વિકેટ લીધી હતી અને ઘણીવાર 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. ઉમરાન મલિકને IPL 2022 માં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો.

તેણે આગળ કહ્યું, “ઘણા લોકો એવા છે જેઓ કેટલીક સારી બોલિંગ કરી રહ્યા છે. પરંતુ હું ઉમરાન મલિક (Umran Malik) થી ખરેખર પ્રભાવિત છું. હું માનું છું કે તે ઝડપથી આગળ વધી શકે છે. જે મારા જેવા લોકો માટે જ નહીં પરંતુ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માટે પણ રોમાંચક છે. જે ચોક્કસપણે ભારતીય ક્રિકેટમાં લોકોને ઝડપી બોલિંગ કરતો જોવા મળશે. હું તો તેને ટીમ ઇન્ડિયા તરફથી ચોક્કસપણે બોલિંગ કરતો જોવા માંગુ છું.”

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જમ્મુ-કાશ્મીરનો આ ફાસ્ટ બોલર હજુ ઉંમરમાં ઘણો નાનો છે. તે પોતાની ક્રિકેટની સફરને યાદગાર બનાવી શકે છે. બ્રેટ લી કેટલાક મુખ્ય ક્ષેત્રો સૂચવ્યા જ્યાં ઉમરાન મલિક વધુ ઝડપી બનવા માટે સુધારી શકે છે.

તેણે આગળ કહ્યું, “તેના રનઅપમાં કંઈક એવું છે જે કાંડાનો ઉપયોગ કરીને તેની એક્શનને સુધારી શકે છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે મલિકે આઈપીએલમાં શાનદાર બોલિંગ કરી. જેનાથી બેટ્સમેનો પર દબાણ આવ્યું. કેટલાક બોલ પણ હતા જે 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેણે ફેંક્યા હતા.

છેલ્લા પંદર વર્ષોમાં મેં બેટ્સમેનોને મોટા શોટ મારતા અને ફટકારતા જોયા છે. મોટા છગ્ગા ફટકારતા જોયા છે અને વિવિધ પ્રકારના શોટ વિકસાવ્યા છે. તો બોલિંગની ગતિ ઘટતી પણ જોઈ છે.

જ્યારે નવા ઝડપી બોલરો માટે સલાહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઓસ્ટ્રેલિયન દિગ્ગજએ કહ્યું, “એક સારો ઝડપી બોલર એક સારો દોડવીર છે. તેથી મારી સલાહ કોઈપણ યુવા બોલરને જે તેની બોલિંગ પર કામ કરવા માંગે છે તેને એજ કહેવા માંગું છું કે એક સારા રનર બનો. જો તમારે ફાસ્ટ બોલર બનવું હોય તો.”

બ્રેટ લીએ IPL માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે પંડ્યાએ તમામ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. એમ પણ કહ્યું કે, હાર્દિકે ફાઇનલ મેચમાં તેની ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી. જ્યાં ટીમને રન રોકવાની તાકાત મળી. આ સાથે તેણે 34 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને ગુજરાત ટાઇટન્સને તેની ડેબ્યૂ સિઝનમાં IPL ટ્રોફી તરફ દોરી ગઈ. તેણે કહ્યું, “હાર્દિક એ અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે જે કોઈ કેપ્ટન પાસેથી અપેક્ષા રાખી શકે છે. ફરી એકવાર અભિનંદન.”

Next Article