Virat Kohli Restaurant: વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો
ટી20 વર્લ્ડકપ જીતનો જશ્ન પૂર્ણ થતાં જ મોડી રાત્રે વિરાટ કોહલી લંડન જવા રવાના થયો હતો કારણ કે, વિરાટ કોહલીની પત્ની અને બાળકો લંડનમાં છે. ત્યારે ભારતમાં તેની બેંગલુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

વિરાટ કોહલી હાલમાં લંડનમાં છે, તે ટી20 વર્લ્ડકપની જીતનો જશ્ન મનાવ્યા બાદ મોડી રાત્રે લંડન જવા માટે રવાના થયો હતો કારણ કે, વિરાટ કોહલીની પત્ની અને બાળકો લંડનમાં છે. ભારતમાં તેની બેંગલુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે, પોલિસે શું કાર્યવાહી કરી છે. વિરાટ કોહલીની બેંગ્લુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિશે કાર્યવાહીની જાણકારી શહેરના DCP સેન્ટ્રેલે આપી છે.
ANI સાથે વાતચીત કરતા DCP સેન્ટ્રેલે જણાવ્યું કે, તેમણે બેંગ્લુરુના 3-4 પબ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેના વિરુદ્ધ ફરિયાદ મળી હતી તે રાત્રે મોડી રાત સુધી ખુલ્લી રહે છે. તેમજ જોરશોરથી મ્યુઝિકના અવાજ વગાડવાની પણ ફરિયાદ સામે આવી હતી. શહેરમાં પબ ખુલ્લો રહેવાનો સમય માત્ર રાત્ર 1 કલાક સુધીનો છે.
Karnataka | FIR registered against Virat Kohli owned One8 Commune in Bengaluru’s MG road.
We have booked around 3-4 pubs for running late till 1:30 am last night. We received complaints of loud music being played. Pubs were allowed to remain open only till 1 am and not beyond…
— ANI (@ANI) July 9, 2024
દેશના ઘણા શહેરોમાં One8
વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ અને પબની ચેન One8 Communeના નામે દેશના અનેક શહેરોમાં છે. બેંગ્લુરુ અને મુંબઈ સિવાય ગત્ત વર્ષ વિરાટે ગુરુગ્રામમાં પણ એક રેસ્ટોરન્ટ આ નામથી ખોલી છે.
Of food experiences and endless stories, #one8commune is the new ensemble. Feel the joy of communing with a glorious vibe to connect with. Opening doors tomorrow at Worldmark 2 Aerocity, Delhi. #one8 pic.twitter.com/roQSwCiv6j
— Virat Kohli (@imVkohli) August 2, 2019
વિરાટ કોહલી લંડનમાં
વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ One8 Communeની શાખા દિલ્હી, મુંબઈ,પુણે અને કોલકાતામાં પણ છે.વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે 4 જુલાઈના રોજ દિલ્હી પહોંચ્યો હતો. ત્યારબાદ આખો દિવસ ટી20 વર્લ્ડકપની ઉજવણી કરી મુંબઈથી વિદેશ જવા રવાના થયો છે.
દિલ્હીમાં વિરાટ કોહલીએ તેના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ આખી ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો અને મુંબઈમાં વિકટ્રી પરેડમાં જવા ટીમ નીકળી હતી. વિરાટ પરેડમાં શાનદાર સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. મુંબઈમાં તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વિદેશ જવા રવાના થયો છે.