Father’s Day2021: સચિન તેંડુલકર, કોહલી, ધવન, હાર્દિક સહિતના ક્રિકેટરોએ પિતાને યાદ કરી ભાવુક પોસ્ટ કરી શેર

|

Jun 20, 2021 | 6:37 PM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ, ફાધર્સ ડે (Father's Day) પર પિતાને યાદ કર્યા હતા. વિરાટ કોહલી હાલમાં સાઉથમ્પટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)માં કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે.

Fathers Day2021: સચિન તેંડુલકર, કોહલી, ધવન, હાર્દિક સહિતના ક્રિકેટરોએ પિતાને યાદ કરી ભાવુક પોસ્ટ કરી શેર
Kohli-Tendulkar-Hardik

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ, ફાધર્સ ડે (Father’s Day) પર પિતાને યાદ કર્યા હતા. વિરાટ કોહલી હાલમાં સાઉથમ્પટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)માં કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. કોહલીએ ફાઈનલમાં સારી રમત રમી હતી. તેણે 44 રનની ઈનીંગ રમી હતી. સચિન તેંડુલકર, હાર્દિક પંડ્યા, શ્રીલંકા પ્રવાસના કેપ્ટન શિખર ધવને પિતાને યાદ કરતી પોસ્ટ શેર કરી હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કેપ્ટન વિરાટ કોહલી

કોહલીએ ફાધર્સ ડે પર તેણે પિતા પ્રેમ કોહલીને યાદ કર્યા હતા. કોહલીના પિતા 2006માં નિધન થયુ હતુ. જ્યારે તે 18 વર્ષનો હતો. વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યુ હતુ, દુનિયાભરના તમામ પિતાઓને ફાધર્સ ડેની શુભકામનાઓ. મને જીવનમાં ભગવાને જે ચીજો આપી છે, પિતા હોવુ તેમાં ખાસ છે. હું મારા પિતાને આજે ખૂબ મીસ કરી રહ્યો છુ, જોકે આજના દિવસે તેમની યાદો મારી સાથે છે.

 

સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પણ પિતાને યાદ કર્યા હતા. તેમણે તેમના પિતાને યાદ કરતા લખ્યુ હતુ, અમારી પાસે કેટલીક ચીજો છે. જે અમારે માટે ટાઈમ મશીનનું કામ કરે છે. એક ગીત, એક ગંધ, એક ધ્વની, એક સ્વાદ. મારા માટે, જે મારા પિતાની બાળપણથી એવુ કંઈક છે જે મને હંમેશા સ્મૃતી લેનની યાત્રા પર લઈ જાય છે. ફાધર્સ ડે પર હું તે ખાસ સ્થાનને આપ સૌ સાથે શેર કરવા ઈચ્છુ છું. તમારી ખૂબ યાદ આવે છે, બાબા. સચિને બતાવ્યું હતુ કે તેણે તેના પિતાના પારણાંને ઘરે હિંચકા સ્વરુપ બનાવી રાખ્યો છે.

 

વન-ડે T20 કેપ્ટન શિખર ધવન

શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડીયા માટે મર્યાદિત ઓવરની ક્રિકેટ ફોર્મેટના કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે. જે શ્રીલંકા પ્રવાસે જનારી ટીમની આગેવાની સંભાળશે. પોતાના પિતાને સોશિયલ મીડિયા દ્વારા યાદ કર્યા હતા. તેણે લખ્યુ હતુ, હેપ્પી ફાધર્સ ડે પાપા. મને ઓછી ઉંમરમાં યોગ્ય મૂલ્ય શિખવવાને માટે આભાર. જે હું હંમેશા મારી સાથે રાખીશ.

 

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાના પિતા સાથેની તસ્વીર શેર કરીને યાદ કર્યા હતા. તેમણે લખ્યુ હતુ, પાપા મેં પિતા તરીકેની જવાબદારી સંભાળવાનું તમારાથી શિખ્યુ છે. તમે મને શિખવ્યુ હતુ અને બતાવ્યુ હતુ, તેના કારણે જ અમે અહીં સુધી આજે પહોંચી શક્યા છીએ. તમે જે કંઈ શિખવ્યુ છે, તેની મદદથી જ અગત્સ્યા માટે તમારા જેવો પિતા બની શકીશ. અમે તમારાથી ખૂબ પ્રેમ કરીએ છીએ. મીસ યુ.

 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે વિશ્વભરમાં ફાધર્સ ડે મનાવવામાં આવે છે. આજે 20 જૂને ફાધર્સ ડે મનાવાઈ રહ્યો છે.

Next Article