AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાઇક સ્ટંટનુ પરાક્રમ બતાવતા Navdeep Saini ના ફેન્સ થયા ખફા, વિડીયો ને લઇ થયો ટ્રોલ, જુઓ વિડીયો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વતી IPL માં રમી રહેલા સૈની એ બાઇક સાથેનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે માસ્ક વિના બાઇક પર શર્ટલેસ બેસી બાઇકને ખૂબ રેસ કરી રહ્યો છે.

બાઇક સ્ટંટનુ પરાક્રમ બતાવતા Navdeep Saini ના ફેન્સ થયા ખફા,  વિડીયો ને લઇ થયો ટ્રોલ, જુઓ વિડીયો
Navdeep Saini
Avnish Goswami
| Edited By: | Updated on: May 31, 2021 | 11:33 AM
Share

ભારતીય ટીમ ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) ની શરુઆત આવતીકાલે મંગળવાર થી કરશે. હાલમાં ટીમના ખેલાડીઓ મુંબઇમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ નહી થયેલા ખેલાડીઓ, ઘર અને વતનમાં ક્રિકેટ થી મળેલા બ્રેકનો આનંદ લઇ રહ્યા છે. નવદીપ સૈની (Navdeep Saini) એ બ્રેકનો આનંદ માણતો વિડીયો શેર કર્યો છે. પરંતુ તેના વિડીયોને લઇ ફેન ટ્રોલ કરવા લાગ્યા છે.  સાથે જ તેના IPL કરિયરમાં  ધ્યાન આપવાની પણ તીખી કોમેન્ટનો સામનો કરવો પડ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વતી IPL માં રમી રહેલા સૈની એ બાઇક સાથેનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે માસ્ક વિના બાઇક પર શર્ટલેસ બેસી બાઇકને ખૂબ રેસ કરી રહ્યો છે. જેથી ખૂબ જ ધૂમાડો અને ધૂળ ની ડમરીઓ ઉડવા લાગે છે. તેના આ પરાક્રમને સ્વાભાવિક જ ફેન્સને પસંદ પડ્યુ નથી. તો વળી વિડીયો શેર કરતા તેણે લખ્યુ હતુ કે, મારી બાઇક પર આ ડર મહેસૂસ કરવાનો મને સાથ આપો.

નવદિપ સૈનીને IPL 2021 દરમ્યાન રમાયેલી મેચો પૈકી, RCB વતી માત્ર એક જ મેચમાં તક મળી હતી. જેમાં તેણે માત્ર 2 રન કર્યા હતા. જ્યારે બોલીંગ પણ માત્ર 2 ઓવર જ કરવાની તક મળી હતી. જેમાં તેણે વિકેટ મેળવવી તો દૂર રહી 27 રન લુટાવ્યા હતા. આઇપીએલ 2019માં ડેબ્યૂ કરી સૈની 27 મેચ રમ્યો છે. જેમાં તેણે કુલ 17 વિકેટ ઝડપી છે. જ્યારે બેટીંગમાં 31 રન જ નોધાવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">