Team India Victory Parade : આ છે ચાહકોનો જોશ, જુસ્સો અને દિવાનગી, ટીમને જોવા માટે ઝાડ પર ચડી ગયા

|

Jul 05, 2024 | 12:34 PM

વિક્ટરી પરેડ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયો પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વિક્ટરી પરેડ જોવા માટે ચાહકોની એટલી ભીડ હતી કે, કેટલાક ચાહકોતો ખેલાડીને જોવા માટે આજુબાજુ આવેલા ઝાડ પર ચડી ગયા હતા.

Team India Victory Parade : આ છે ચાહકોનો જોશ, જુસ્સો અને દિવાનગી, ટીમને જોવા માટે ઝાડ પર ચડી ગયા

Follow us on

ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ચેમ્પિયન બની ગઈ છે. 4 જુલાઈના રોજ ભારત પણ પરત ફરી છે, તેનું શાનદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ. દિલ્હીથી લઈ મુંબઈ સુધી ખેલાડીઓનો ચાહકોએ સાથ છોડ્યો ન હતી. વિક્ટરી પરેડ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ચાહકો વિક્ટરી પરેડ જોવા માટે ઝાડ પર ચડી ગયા હતા.

 

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

 

ચાહકોને ઝાડ પર જોઈ કેપ્ટન ડરી ગયો

ચાહકોને ઝાડ પર જોઈ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ ડરી ગયો હતો. કારણ કે, ઝાડની ડાળીઓ ખુબ જ પાતળી હતી. આ દરમિયાન રોહિત શર્માએ ચાહકોને ઝાડ પરથી નીચે ઉતરવાનું પણ કહ્યું હતુ. આ વીડિયો જોઈને કહી શકાય કે, વિક્ટરી પરેડ જોવા માટે ભારતીય ચાહકોમાં કેટલો ઉત્સાહ છે.

 


(વીડિયો સોર્સ : PTI)

 

એક વીડિયો તો એવો સામે આવ્યો હતો કે, એક ઝાડ પર ચડવા માટે ચાહકો જાણે લાઈનમાં ઉભા હોય તેવું લાગી રહ્યું હતુ,

 

 

તમને જણાવી દઈએ કે, 4 જુલાઈ ગુરુવારના રોજ સવારે 6 કલાકે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય ટીમ પહોંચ્યા બાદ તેનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ હોટલમાં બ્રેકફાસ્ટ કરી. ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી.

 

 

Next Article