Exclusive : BCCI એ મોદી સરકાર પાસે વર્લ્ડ કપ 2023 ના આયોજનને લઇને કરી આ મોટી માંગણી, જાણો સમગ્ર ઘટના

|

Jun 28, 2022 | 9:30 AM

Cricket : BCCI ના અધિકારીઓએ ગત સપ્તાહે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સાથે મુલાકાત કરી હતી. જેમાં આવતા વર્ષે ભારતમાં થનાર વન-ડે વર્લ્ડ કપને લઇને સરકાર પાસે કરી ખાસ માંગ.

Exclusive : BCCI એ મોદી સરકાર પાસે વર્લ્ડ કપ 2023 ના આયોજનને લઇને કરી આ મોટી માંગણી, જાણો સમગ્ર ઘટના
Sourav Ganguly, Jay Shah, Rajiv Shukla and Nirmala Sitharaman (PC: FB)

Follow us on

બીસીસીઆઈ (BCCI) ના અધિકારીઓએ ગત સપ્તાહે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સાથે મુલાકાત કરી હતી. જેમાં આવતા વર્ષે ભારતમાં થનાર વન-ડે વર્લ્ડ કપને લઇને સરકારને ટેક્સમાં રાહત આપવાની માંગ કરી હતી. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly), સચિવ જય શાહ (Jay Shah) અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા (Rajiv Shukla) ગત સપ્તાહે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. જોકે અત્યારે આ તમામ અધિકારીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે જ્યા ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે સીરિઝ રમવાની છે.

બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમારૂ પ્રતિનિધિમંડળે નાણામંત્રી સાથે મુલાકાત કરી. અમે તેમને જણાવ્યું કે જો ટેક્સમાં રાહત નહીં મળે તો ભવિષ્યમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના આયોજનમાં તકલીફ થઇ શકે છે. અમને પહેલા પણ દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ (ICC) ની ટુર્નામેન્ટના આયોજનમાં ટીડીએસમાં 10 ટકાની રાહત મળી છે. નાણામંત્રીએ બીસીસીઆઈના પદાધિકારીઓને આ અંગે વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે.

ભારતમાં આવતા વર્ષે વન-ડે વર્લ્ડ કપ 2023 નું થશે આયોજન

ભારતમાં આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં આઇસીસી વન-ડે વર્લ્ડ કપનું આયોજન થાય છે. આ પહેલા 1987, 1996 અને 2011 માં પણ ભારતમાં વન-ડે વર્લ્ડ કપનું આયોજન થઇ ચુક્યું છે. પણ આ પહેલીવાર હશે જ્યારે ભારત વન-ડે વર્લ્ડ કપની યજમાની એકલુ કરી રહ્યું છે. આ પહેલા ત્રણેયવાર ભારતે સંયુક્ત રીતે યજમાની કરી હતી. પણ મુખ્ય યજમાન ભારત હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ટી20 વર્લ્ડ કપ 2016 માં છેલ્લી ઘડીએ મનમોહન સરકારે ટેક્સમાં આપી હતી રાહત

ભારતમાં જ્યારે 2011 માં વન-ડે વર્લ્ડ કપ થયો હતો ત્યારે તે સમયે મનમોહન સિંહની સરકારે અંતિમ સમયે ટેસ્ટમાં છુટની માંગણીને સ્વિકારી લીધું હતું. 2016 માં જ્યારે ભારતે ટી20 વર્લ્ડ કપની યજમાની કરી હતી ત્યારે નરેન્દ્ર મોદી સરકારે માત્ર 10 ટકા ટીડીએસની છુટ આપી હતી. 2021 માં પણ ભારતની યજમાનીમાં ટી20 વર્લ્ડ કપ રમાયો હતો. પણ ત્યારે દેશમાં કોરોનાના વધતા કેસને જોતા તેનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE) માં કરવામાં આવ્યું હતું. જેથી ભારત સરકારને ટેક્સમાં રાહત આપવાની જરૂરીયાત પડી ન હતી. જોકે એક સમય એવો પણ આવ્યો હતો કે ભારત પાસેથી 2021 ટી20 વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની તૈયારી હતી. કારણ કે ત્યારે ભારત સરકારે કોઇ પણ પ્રકારની ટેક્સમાં રાહત આપવાનો ના પાડી દીધી હતી અને બીસીસીઆઇ સરકારને મનાવવાનો પ્રયાસ કરી રહી હતી.

કોરોના કહેરના કારણે ટી20 વર્લ્ડ કપ 2021 નું આયોજન યુએઈમાં થયું હતું

તે સમયે આઇસીસીએ બીસીસીઆઈને બે વિકલ્પ આપ્યા હતા. જેમાં પહેલા વિકલ્સમાં ટી20 વર્લ્ડ કપ યુએઈમાં કરાવવામાં આવે અને બીજા વિકલ્પમાં જો બીસીસીઆઈ સરકાર પાસેથી ટેક્સમાં રાહત નથી લઇ શકતી તો ટેક્સની રકમ જાતે ભરવાની રહેશે. જે ઓછામાં ઓછી 226 કરોડ અને વધુમાં વધુ 900 કરોડ હતી. જોકે તેવી પરિસ્થિતી આવી નહીં. કારણ કે કોરોનાને કારણે બીસીસીઆઈએ ટુર્નામેન્ટ પોતાની જ યજમાનીમાં યુએઈમાં આયોજીત કરી હતી.

Next Article