એશિયા કપ 2025 પહેલા ગૌતમ ગંભીર પર પૂર્વ ક્રિકેટરે લગાવ્યો મોટો આરોપો

એશિયા કપ 2025 પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પર પૂર્વ ભારતીય ક્રિકેટરે મોટો આરોપ લગાવ્યો છે. શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલને એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું ન હતું, હવે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ આ અંગે વાત કરી છે, સાથે જ ટીમ સિલેક્શન અંગે ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે.

એશિયા કપ 2025 પહેલા ગૌતમ ગંભીર પર પૂર્વ ક્રિકેટરે લગાવ્યો મોટો આરોપો
Gautam Gambhir
Image Credit source: PTI
| Updated on: Sep 01, 2025 | 6:09 PM

તાજેતરમાં જ એશિયા કપ 2025 ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ જોઈને બધા ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પૂર્વ ક્રિકેટર સદાગોપન રમેશે ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર આ બે ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન આપવાનો મોટો આરોપ લગાવ્યો છે.

સદાગોપન રમેશે ગંભીર પર સાધ્યું નિશાન

સદાગોપન રમેશના મતે, ગૌતમ ગંભીર ટીમમાં ફક્ત તે ખેલાડીઓનો સમાવેશ કરે છે જેને તે પસંદ કરે છે. તેણે એમ પણ કહ્યું કે ગૌતમ ગંભીરની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત છે અને શ્રેયસ ઐયરે તેમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું અને હવે ગંભીર શ્રેયસને તક આપી રહ્યો નથી.

રમેશે ગૌતમ પર લગાવ્યો ગંભીર આરોપ

રમેશે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ગૌતમ ગંભીર એવા ખેલાડીઓને સપોર્ટ કરે છે જેને તે પસંદ કરે છે પરંતુ જેને તે પસંદ નથી તેને સંપૂર્ણપણે છોડી દે છે. ઈંગ્લેન્ડમાં ડ્રો થયેલી શ્રેણીને એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે કારણ કે ગયા વર્ષે અમે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ વિદેશમાં સતત જીતવાનું શરૂ કરી દીધું હતું. હવે ઈંગ્લેન્ડમાં ફક્ત ડ્રો થયેલી શ્રેણીને ગંભીરના ટ્રેક રેકોર્ડમાં મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

 

શ્રેયસ અય્યરની પસંદગી ના થતા નારાજ

આ અનુભવી ખેલાડીએ આગળ કહ્યું, “ગૌતમ ગંભીરની સૌથી મોટી સિદ્ધિ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત છે અને શ્રેયસ અય્યરે તેમાં મોટી ભૂમિકા ભજવી હતી. આમ છતાં, ગૌતમ ગંભીર અય્યરને સપોર્ટ આપી રહ્યો નથી. યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ તમારા એક્સ ફેક્ટર છે અને તેમને બધા ફોર્મેટમાં તક આપવી જોઈએ. તેમને સ્ટેન્ડબાય પર રાખવા એ ખૂબ જ ખોટું પગલું છે. અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જોરદાર પ્રદર્શન કર્યું, તેને હંમેશા ભારતની વ્હાઈટ બોલ ટીમમાં રાખવો જોઈએ. ખેલાડીઓને સપોર્ટ મળવો જોઈએ જેથી તેમનો આત્મવિશ્વાસ પણ ઊંચો રહે અને તેઓ ફોર્મમાં રહે.”

શ્રેયસ અય્યરનું શાનદાર પ્રદર્શન

શ્રેયસ અય્યરનું તાજેતરનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. તેણે IPL 2025માં પંજાબ કિંગ્સની કપ્તાની કરી અને ટીમને ફાઈનલમાં લઈ ગયો. આ સિવાય તેણે 17 મેચમાં 50.33ની સરેરાશથી 604 રન બનાવ્યા, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 97 રન હતો.

આ પણ વાંચો: IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચની મંજૂરી પર 36 સદી ફટકારનાર ક્રિકેટ થયો ગુસ્સે, કહ્યું- જીવનની કોઈ કિંમત નથી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:26 pm, Fri, 22 August 25