Eoin Morgan છોડી શકે છે ઇંગ્લેન્ડ ટીમની કેપ્ટનશિપ, કેપ્ટનની રેસમાં આ ખેલાડીઓ સૌથી આગળ

|

Jun 27, 2022 | 2:40 PM

Cricke : ઇયોન મોર્ગન (Eoin Morgan) ની કેપ્ટનશીપ છેલ્લા કેટલાક સમયથી સવાલો હેઠળ છે. હવે સ્પષ્ટ છે કે ઈંગ્લેન્ડ (England Crickte) ની ટીમને ટૂંક સમયમાં મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં નવો કેપ્ટન મળશે.

Eoin Morgan છોડી શકે છે ઇંગ્લેન્ડ ટીમની કેપ્ટનશિપ, કેપ્ટનની રેસમાં આ ખેલાડીઓ સૌથી આગળ
Eoin Morgan (File Photo)

Follow us on

ટેસ્ટ બાદ હવે ઈંગ્લેન્ડની ટીમ (England Cricket) ને સીમિત ઓવરોમાં પણ નવો કેપ્ટન મળી શકે છે. ખરાબ ફોર્મ અને ફિટનેસની સમસ્યાથી પરેશાન ઈયોન મોર્ગન (Eoin Morgan) ઈંગ્લેન્ડ ટીમની કેપ્ટન્સી છોડી શકે છે. મોર્ગન ટૂંક સમયમાં આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી શકે છે. જોસ બટલર સિવાય મોઈન અલી (Moeen Ali) ઈંગ્લેન્ડનો આગામી કેપ્ટન બનવાની રેસમાં છે.

ઈયોન મોર્ગન (Eoin Morgan) છેલ્લા સાત વર્ષથી ઈંગ્લેન્ડની મર્યાદિત ઓવરોની ક્રિકેટની કમાન સંભાળી રહ્યો છે. મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું. પરંતુ ઇયોન મોર્ગન છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. નેધરલેન્ડ સામે તાજેતરમાં રમાયેલી શ્રેણીની બે મેચમાં મોર્ગન ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ સિવાય ઈજાના કારણે તે ત્રીજી મેચમાં પણ રમી શક્યો ન હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઇયોન મોર્ગને હંમેશા દાવો કર્યો છે કે જ્યારે તેને લાગે છે કે તે હવે ઈંગ્લેન્ડ ની કેપ્ટનશીપ માટે યોગ્ય નથી. તો તે પીછેહઠ કરશે. છેલ્લા કેટલાક સમયથી આવું જ થઈ રહ્યું છે. ઓગસ્ટ 2020 થી ઇયોન મોર્ગને ODI અને T20 ની 26 ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી ફટકારી છે. 2019 ના વર્લ્ડ કપ બાદ તે માત્ર એક જ સદી ફટકારવા માં સફળ રહ્યો છે.

 

મોઇન અલી પણ આ રેસમાં છે

ઇયોન મોર્ગન ટૂંક સમયમાં સુકાની પદ છોડવાની જાહેરાત કરી શકે છે. કારણ કે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) T20 વર્લ્ડ કપ (T20 World Cup) ને ધ્યાનમાં રાખીને નવા કેપ્ટનની પસંદગી કરશે. ECB વર્લ્ડ કપ પહેલા નવા કેપ્ટનને યોગ્ય તક આપવા માંગે છે. બની શકે છે કે આવતા સપ્તાહથી જ ભારત સામે રમાનાર શ્રેણીમાં ઈંગ્લેન્ડની ટીમને નવો કેપ્ટન મળી શકે છે.

હાલમાં જોસ બટલર (Jos Buttler) મર્યાદિત ઓવરના ક્રિકેટ માં ઈંગ્લેન્ડનો નવો કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા મોઈન અલી (Moeen Ali) નો દાવો પણ ઘણો મજબૂત માનવામાં આવે છે.

Next Article