Eoin Morgan: આયરલેન્ડ માટે કર્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ, ત્યારબાદ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વન-ડે રન બનાવ્યા, આવી રહી છે તેની કારકિર્દી

|

Jun 28, 2022 | 11:43 PM

Cricket : ઇંગ્લેન્ડે ઇઓન મોર્ગનની કપ્તાની હેઠળ 2019 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. તે આયર્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યા બાદ ઇંગ્લેન્ડ માટે રમ્યો. મોર્ગનની ગણતરી ઈંગ્લેન્ડના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે.

Eoin Morgan: આયરલેન્ડ માટે કર્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ, ત્યારબાદ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વન-ડે રન બનાવ્યા, આવી રહી છે તેની કારકિર્દી
Eoin Morgan
Image Credit source: Twitter

Follow us on

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team)ના મર્યાદિત ઓવરોના સુકાની ઈયોન મોર્ગને (Eoin Morgan) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઈયોન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડે વર્ષ 2019માં પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ઈઓન મોર્ગને ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યું હતું. પરંતુ 2009માં આયર્લેન્ડ (Ireland Cricket) છોડીને ઈંગ્લેન્ડ ટીમનો ભાગ બન્યો હતો. ઈયોન મોર્ગને ઈંગ્લેન્ડ માટે 225 ODI ઉપરાંત 72 T20 મેચોમાં ભાગ લીધો હતો. આ સાથે જ ઈયોન મોર્ગને ઈંગ્લેન્ડ માટે 16 ટેસ્ટ મેચ પણ રમી હતી.

લિમિટેડ ઓવરમાં ઈંગ્લેન્ડનો સૌથી સફળ સુકાની છે મોર્ગન

T20 વર્લ્ડ કપ 2016માં ઈંગ્લેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની તે ટીમનો કેપ્ટન ઈયોન મોર્ગન હતો. જો કે વર્ષ 2019માં ઈંગ્લેન્ડ ઈયોન મોર્ગનની કેપ્ટન્સીમાં પ્રથમ વખત ODI વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું. ઈયોન મોર્ગન ODI ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે તો ઈયોન મોર્ગનની ગણતરી ઈંગ્લેન્ડના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. ઈયોન મોર્ગને ઈંગ્લેન્ડ તરફથી 225 વનડેમાં 13 સદીની મદદથી 6957 રન બનાવ્યા છે. ઇયોન મોર્ગને કેપ્ટન તરીકે 76 મેચ જીતી હતી. તે દરમિયાન જીતની ટકાવારી 65.25 હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

ટી20 ક્રિકેટમાં પણ મોર્ગનનું શાનદાર પ્રદર્શન કર્યું હતું

ટી20 ક્રિકેટમાં પણ ઈઓન મોર્ગનનું પ્રદર્શન ઘણું સારૂ રહ્યું હતું. તેણે 115 T20 મેચમાં 136.18ની એવરેજથી 2458 રન બનાવ્યા છે. આ દરમિયાન મોર્ગને 14 વખત પચાસનો આંકડો પાર કર્યો હતો. વાસ્તવમાં ઈયોન મોર્ગન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સફળ T20 કેપ્ટન છે. તેમની કેપ્ટનશિપમાં ટીમે 72 મેચમાંથી 42 મેચ જીતી છે. નિવૃત્તિ બાદ ઈયોન મોર્ગને કહ્યું હતું કે હું ટીમો માટે રમ્યો. હું ખૂબ નસીબદાર હતો. તેણે એમ પણ કહ્યું કે ઈંગ્લેન્ડની ટીમ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં પહેલા કરતા ઘણી સારી બની ગઈ છે.

Next Article