Eoin Morganએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ઈંગ્લેન્ડને નંબર 1 અને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું

ઈયોન મોર્ગને (Eoin Morgan) 2015 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી.

Eoin Morganએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ઈંગ્લેન્ડને નંબર 1 અને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું
Eoin-Morgan-England-Cricket-Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 8:33 PM

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના (England Cricket Team) વન ડે અને T20 કેપ્ટન ઈયોન મોર્ગને (Eoin Morgan) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડને 2019માં પહેલીવાર વન ડે વર્લ્ડ કપનો ખિતાબ જીતાડનાર મોર્ગન માત્ર સૌથી ટૂંકા ફોર્મેટમાં ઈંગ્લેન્ડનો સૌથી સફળ કેપ્ટન જ નહીં, પરંતુ સૌથી સફળ બેટ્સમેન પણ રહ્યો. મોર્ગનની નિવૃત્તિ વિશેના સમાચાર એક દિવસ પહેલા બ્રિટિશ મીડિયામાં ઉડવાનું શરૂ થઈ ગયા હતા અને હવે મંગળવારે 28 જૂને ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીએ ઓફિશિયલ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. મોર્ગને આયર્લેન્ડ માટે તેના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ ઇંગ્લેન્ડ સાથે તેના શાનદાર કરિયરનો અંત આવ્યો.

ઇંગ્લેન્ડને અપાય વૈશ્વિક સફળતા

મોર્ગનની નિવૃત્તિ વિશે જાણકારી આપતા, ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું, “ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ આ વાતની પુષ્ટિ કરે છે કે ઇંગ્લેન્ડના વ્હાઈટ બોલના કેપ્ટન ઇયોન મોર્ગને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ઈંગ્લેન્ડ સાથેની તેની 13 વર્ષના કરિયરમાં 35 વર્ષીય કેપ્ટને 2019માં લોર્ડ્સમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો, જે ઈંગ્લેન્ડનું પ્રથમ ટાઇટલ હતું. તે 2010માં કેરેબિયનમાં ટી20 વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડની ટીમનો પણ ભાગ હતો.

જે હાંસલ કર્યું, તેના પર ગર્વ

મોર્ગને 2006માં આયર્લેન્ડ માટે તેના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ 2009માં વધુ સારી તકોની આશામાં ઈંગ્લેન્ડ ક્રિકેટમાં જોડાયો અને ત્યારથી તે ઈંગ્લિશ ક્રિકેટનો અભિન્ન ભાગ બની ગયો. નિવૃત્તિ સાથે કરિયર વિશે ટિપ્પણી કરતા મોર્ગને કહ્યું, “મેં જે હાંસલ કર્યું છે તેના પર મને ખૂબ જ ગર્વ છે પરંતુ મને સૌથી વધુ ખુશી તે પળોની છે, જે મેં કેટલાક બેસ્ટ લોકો સાથે મળીને વિતાવ્યો.

ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન અને નંબર 1

ઈયોન મોર્ગનને 2015માં વર્લ્ડ કપ પહેલા ઈંગ્લિશ ટીમની જવાબદારી સોંપવામાં આવી હતી. વર્લ્ડ કપમાં ટીમ ગ્રૂપ સ્ટેજમાં શરમજનક રીતે બહાર થઈ ગઈ હતી, પરંતુ અહીંથી મોર્ગને કોચ ટ્રેવર બેલિસ સાથે મળીને ઈંગ્લેન્ડ ક્રિકેટને બદલી નાખી. મોર્ગને ઈંગ્લેન્ડને નિડર ક્રિકેટ રમવા માટે પ્રેરિત કરી અને એક વર્ષની અંદર ટીમ 2016 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી. ત્યારપછી 2019 માં, તેમની કેપ્ટનશિપ હેઠળ, ઇંગ્લેન્ડે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને પહેલી વખત વન ડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આટલું જ નહીં વન ડે અને T20માં તેની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે ICC રેન્કિંગમાં પહેલું સ્થાન હાંસલ કર્યું હતું.

આવું રહ્યું મોર્ગનનું કરિયર

મોર્ગને તેની લગભગ 16 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 248 વન ડે રમી હતી, જેમાં 23 આયર્લેન્ડ માટે અને 225 માટે ઈંગ્લેન્ડ રમ્યા હતા. તેણે કુલ 7701 રન બનાવ્યા (ઇંગ્લેન્ડ માટે 6957 રન), જેમાં 14 સદી અને 47 અડધી સદી સામેલ છે. આ સિવાય 115 T20 મેચમાં 2458 રન પણ તેના બેટમાંથી નીકળ્યા છે. ઈંગ્લેન્ડ માટે 200 વનડે રમનાર તે એકમાત્ર ખેલાડી છે. તેના નામે વન ડે અને T20માં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ છે. તેણે 16 ટેસ્ટ પણ રમી હતી પરંતુ 2 સદી સહિત માત્ર 700 રન જ બનાવી શક્યા હતા.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">