ENGvsNZ: સૌરવ ગાંગુલી અને ડેવોન કોન્વેની વચ્ચે રસપ્રદ સમાનતા, જન્મદિવસથી માંડી ક્રિકેટમાં અનેક સંયોગ

|

Jun 05, 2021 | 10:11 AM

ઇંગ્લેંડમાં ઇંગ્લેંડની જ સામે ધમાકેદાર રમત દર્શાવીને ડેબ્યૂ ટેસ્ટમાં જ ડેવોન કોન્વે (Devon Conway) વિશ્વભરમાં છવાઇ ચુક્યો છે. લોર્ડઝમાં તેણે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) થી માંડીને દાયકા અને સૈકા જૂના રેકોર્ડને તોડી નાંખ્યા હતા.

ENGvsNZ: સૌરવ ગાંગુલી અને ડેવોન કોન્વેની વચ્ચે રસપ્રદ સમાનતા, જન્મદિવસથી માંડી ક્રિકેટમાં અનેક સંયોગ
Sourav Ganguly-Devon Conway

Follow us on

ઇંગ્લેંડમાં ઇંગ્લેંડની જ સામે ધમાકેદાર રમત દર્શાવીને ડેબ્યૂ ટેસ્ટમાં જ ડેવોન કોન્વે (Devon Conway) વિશ્વભરમાં છવાઇ ચુક્યો છે. લોર્ડઝમાં તેણે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) થી માંડીને દાયકા અને સૈકા જૂના રેકોર્ડને તોડી નાંખ્યા હતા. ડેવોન કોન્વે અને ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી વચ્ચે રસપ્રદ સમાનતા જોવા મળે છે. સૌરવ ગાંગુલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં લોર્ડઝમાં ઇંગ્લેંડ સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું.

ટેસ્ટ ક્રિકેટમાં લોર્ડઝમાં અત્યાર સુધીમાં 6 ખેલાડી ડેબ્યૂ મેચમાં શતક ફટકારી ચુક્યા છે. જેમાં કોન્વે અને ગાંગુલી સામેલ છે. ડેબ્યૂ શતકવીર ગાંગુલી અને કોન્વે બંનેએ જૂન માસમાં જ લોર્ડઝમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. ગાંગુલીએ 1996 માં ઇંગ્લેંડ સામે ડેબ્યૂ મેચમાં 131 રન ફટકાર્યા હતા. કોન્વે એ પોતાની પ્રથમ ટેસ્ટ ઇનીંગમાં 200 રન બનાવ્યા હતા.

સૌરવ ગાંગુલી અને ડેવોન કોન્વેની જન્મ તારીખ પણ એક જ છે. ગાંગુલીનો જન્મ કલકત્તામાં 8 જૂલાઇ 1972 એ થયો હતો. જ્યારે કોન્વેનો જન્મ પણ 8 જૂલાઇ એ વર્ષ 1991 માં થયો હતો. કોન્વે દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં જન્મ્યો હતો. આ સંયોગ ઉપરાંત બંને બેટ્સમેન ઓપનર હોવા ઉપરાંત બંને ડાબોડી બેટ્સમેન છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમ વતી વેસ્ટઇન્ડીઝ સામે વન ડે ક્રિકેટમાં 11 જાન્યુઆરી 1992 માં ડેબ્યૂ કર્યુ હતુ. ગાંગુલીને ઓસ્ટ્રલીયા પ્રવાસ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો મોકો મળ્યો હતો. કોન્વે એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડેબ્યૂ વેસ્ટઇન્ડીઝ સામે ટી20 મેચ રમીને કર્યુ હતુ. ગત વર્ષ 27 નવેમ્બરે કોન્વેએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો.

ગાંગુલી અને કોન્વે ક્રિકેટ કરિયર

BCCI ના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ક્રિકેટ કરિયર કંઇક આવી રહી હતી. તેઓએ 113 ટેસ્ટ મેચ રમી હતી. 42.18 ની સરેરાશ સાથે 7212 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેમણે 16 શતક અને 35 અર્ધશતક લગાવ્યા હતા. વન ડે ક્રિકેટમાં ગાંગુલીએ 40.73 ની સરેરાશથી 11363 રન કર્યા હતા. તે દરમ્યાન તેમણે 77 અર્ધ શતક અને 22 શતક લગાવ્યા હતા.

કોન્વે એ અત્યાર સુધીમાં 3 વન ડે મેચ રમી ને 225 રન કર્યા છે. જેમાં એક શતક અને એક અર્ધશતક સામેલ છે. 14 ટી20 મેચમાં 473 રન બનાવ્યા છે. જેમાં ચાર અર્ધશતક લગાવ્યા છે.

Published On - 10:08 am, Sat, 5 June 21

Next Article