England Tour: ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રજાઓનો પૂરો આનંદ ઉઠાવી રહ્યા છે, જુઓ તસ્વીર

|

Jun 29, 2021 | 5:41 PM

વિરાટ કોહલી WTC Finalમાં હાર બાદ ઇંગ્લેન્ડમાં રજાઓ ગાળવા દરમ્યાન જાણે કે, હારનો ગમ ભૂલાવી રહ્યો છે. અભિનેત્રી પત્નિ અનુષ્કા સાથે આનંદ ની પળો વિતાવતો હોવાનુ દર્શાવી ને તેમ સાબિત કરી રહ્યો છે.

England Tour: ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રજાઓનો પૂરો આનંદ ઉઠાવી રહ્યા છે, જુઓ તસ્વીર
Virat Kohli and Anushka Sharma

Follow us on

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) ગુમાવ્યા બાદ ટેસ્ટમાં વિશ્વ વિજેતા થવાનુ ચુકી જવાયુ. હવે ભારતીય ટીમ (Team India) બાયોબબલમાં થી છુટીને બ્રીટનમાં રજાઓનો આનંદ માણી રહી છે. પરિવાર સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે (England Tour) પહોંચેલા ખેલાડીઓ બાળકો અને પત્નિ સાથે રજાની મજા માણી રહ્યા છે.

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે ઇંગ્લેંડ પ્રવાસે છે. બંને અવનવી તસ્વીરો શેર પ્રવાસ દરમ્યાન શેર કરતા રહે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ દરમ્યાન વિરાટ કોહલી એ પત્નિ અનુષ્કા શર્મા સાથે ની એક તસ્વીર, સોશિયલ મીડિયામાં શેર કરી છે. જે તસ્વીરમાં અનુષ્કા અને વિરાટ બંને સાથે સાથે બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યા છે.

કોહલી એ શેર કરેલી તસ્વીરમાં પોતાના હાથમાં કોફી છે, જ્યારે અનુષ્કાના હાથમાં ફની લુક આપી રહી છે. તો વળી સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરતા કોહલીએ કેપ્શનમાં માત્ર હાર્ટ ઇમોજી રાખી દીધી છે.

ફાઇનલ મેચ ગુમાવ્યા બાદ કોહલી આમ તો ચોમેર થી નિશાના પર રહ્યો છે. તેની કેપ્ટનશીપ થી લઇને તેની રમત પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તો વળી ICC ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી વાર હાથમાં આવેલી બાજી સરકવાને લઇને નિષ્ફળતાઓ ગણાવાઇ રહી છે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયાએ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ગુમાવી હતી. જેમાં ફાઇનલ મેચમાં જ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2019માં વિશ્વકપ સેમિફાઇનલમા ન્યુઝીલેન્ડ સામે હાર મેળવી હતી.

ઇંગ્લેંન્ડ સામે દમ દેખાડવો જરુરી

ભારતીય ટીમ બાયોબબલ થી દુર 3 સપ્તાહ માટે રહી શકશે. એટલે કે ત્રણ સપ્તાહ માટે ઇંગ્લેંડમાં ટીમ ઇન્ડીયા રજાઓ ગાળી રહ્યુ છે. ત્યાર બાદ ફરી થી ઇસીબીના રચેલ બાયોબલ હેઠળ ટીમ એકઠી થશે.

ભારતીય ટીમ ઇંગ્લેંન્ડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. જેની શરુઆત 4 ઓગષ્ટ પ્રથમ ટેસ્ટ મેચ સાથે થશે. ભારતીય ટીમ અને વિરાટ કોહલી સહિતના ખેલાડીઓએ ફાઇનલની હારનો ગમ ભૂલાવવા દમદાર પ્રદર્શન દર્શાવવુ પડશે સાથે જ હારનો જવાબ પણ પ્રદર્શનથી આપવો પડશે.

Next Article