England Tour: વેઇટલિફ્ટીંગ કરતો વિડીયો જોઇ વિરાટ કોહલી પર ફેન્સ ભડક્યા, કહ્યુ ક્યારેક ‘કપ’ ઉઠાવો

|

Jul 08, 2021 | 9:06 PM

ભારતીય ટીમ (Team India) વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપમાં આઇસીસી ટૂર્નામેન્ટમાં હાર મેળવવાનો સીલસીલો જારી છે. જેને લઇને કોહલી હવે ફેન્સને નિશાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ બાદ થી રહ્યો છે.

England Tour: વેઇટલિફ્ટીંગ કરતો વિડીયો જોઇ વિરાટ કોહલી પર ફેન્સ ભડક્યા, કહ્યુ ક્યારેક કપ ઉઠાવો
Virat Kohli

Follow us on

England Tour: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે (England Tour) છે. જ્યાં પ્રવાસની શરુઆતે જ ભારતીય ટીમે WTC Final માં હાર મેળવી હતી. ત્યાર બાદ ટીમના ખેલાડીઓ હાલમાં ઇંગ્લેન્ડમાં જ રજાઓ ગાળી રહ્યા છે. આ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli) રજાઓની સાથે સાથે પોતાની ફિટનેસ અંગેની પુરી દરકાર રાખી રહ્યો છે. કોહલી એ એક્સરસાઇઝનો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેની પર ફેન્સ હવે કટાક્ષ ભરી કોમેન્ટ કરવા લાગ્યા છે.

આમ પણ વિરાટ કોહલી પોતે પણ પોતાની ફિટનેશને લઇને કહી ચુક્યો છે, કે તે ફીટનેસ પર કેટલો ભાર આપે છે. ટ્રેનિંગ સેશન દરમ્યાન કોહલી લગભગ 4 કલાક જેટલો સમય દિવસ દરમ્યાન જીમમાં જ વિતાવતો હોય છે. જોકે WTC Final માં મળેલી હાર બાદ ફેંન્સને તેનો વર્કઆઉટ વિડીયો પસંદ આવ્યો નથી. કોહલીને ફેન્સે ટ્રોલ કરી દીધો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ન્યુઝીલેન્ડની ટીમે સામે ભારતીય ટીમે 8 વિકેટે હાર મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમે વધુ એક વખત ICC ટૂર્નામેન્ટને ગુમાવી હતી. વિરાટ કોહલી લાંબા સમયથી ટીમ ઇન્ડીયાના કેપ્ટન હોવા છતાં, ICC ટ્રોફી જીતાડી શક્યો નથી. તે વાતને લઇને ભારતીય ક્રિકેટ ફેન્સ નિરાશા અનુભવી રહ્યા છે.

ફેન્સે કરી દીધો ટ્રોલ

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી એ સોશિયલ મીડિયા પર 2 નાના નાના વિડીયો શેર કર્યા હતા. જેમાંના એક વિડીયોમાં તે વેઇટલિફ્ટીંગ કરતો નજર આવી રહ્યો હતો. ફેન્સને આ વિડીયો પસંદ નથી આવ્યો અને તેઓએ હવે કેપ્ટન કોહલીને ટ્રોલ કરી દીધો છે.
ફેન્સનુ કહેવુ છે કે, વિરાટ કોહલી એ પોતાની બેટીંગ પર ધ્યાન આપવુ જોઇએ કેટલાક ફેન્સ એ કહ્યુ કે, કોહલી એ ક્રિકેટ છોડીને વેઇટલિફ્ટીંગમાં દેશ માટે ગોલ્ડ મેડલ લાવવા પ્રયાસ કરવો જોઇએ. તો વળી કેટલાકે કહ્યુ હતુ કે, વિરાટ ભાઇ વેઇટલિફ્ટીંગ છોડીને કોઇક વાર કોઇ કપ પણ ઉઠાવી બતાવો.

બે વર્ષથી શતક લગાવવા થી દૂર

વિરાટ કોહલી છેલ્લા બે વર્ષ થી મોટી ઇનીંગ ને શતકમાં ફેરવવાથી દૂર છે. તેણે છેલ્લે 2019માં રમાયેલ કલકત્તા ડે નાઇટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે શતક નોંધાવ્યુ હતુ. ત્યાર બાદ થી કોહલી શતક નોંધાવી શક્યો નથી. ફેન્સ પણ તેના શતકની રાહ જોઇ રહ્યા છે. ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં પણ ફેન્સ આશા કરી રહ્યા છે કે, કોહલી શતક લગાવે. જોકે વિરાટ કોહલી તેમાં પણ જલ્દી થી વિકેટ ગુમાવી હતી. આ જ કારણે હવે તે ટ્રોલ થવા લાગ્યો છે.

Next Article