England Tour: કોચ રવિ શાસ્ત્રી એ વિમ્બલ્ડ ટૂર્નામેન્ટમાં ટેનિસ મેચ નો આનંદ લીધો, મસ્ત તસ્વીર શેર કરી

|

Jul 02, 2021 | 10:37 AM

ભારતીય ટીમ (Team India) ના ખેલાડીઓ હાલમાં પરીવાર સાથે ઇંગ્લેન્ડમાં રજાઓનો આનંદ લેવામાં વ્યસ્ત છે. દરેકના અલગ અલગ અંદાજ અને મૂડ ની તસ્વીરો પણ સામે આવતી જઇ રહી છે.

England Tour: કોચ રવિ શાસ્ત્રી એ વિમ્બલ્ડ ટૂર્નામેન્ટમાં ટેનિસ મેચ નો આનંદ લીધો, મસ્ત તસ્વીર શેર કરી
Ravi Shastri

Follow us on

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test ChampionShip) બાદ હવે, બાયોબબલથી ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ હાલમાં મુક્ત છે. ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) દરમ્યાન તમામને ત્રણ સપ્તાહની રજાઓ આપવામાં આવી છે. જેને લઇને કોઇ પાર્કમાં ફરવા જઇ રહ્યુ છે, તો કોઇ ફુટબોલ મેચ જોવાનો આનંદ લુંટી રહ્યુ છે. હેડ કોચ રવિ શાસ્ત્રી ( Ravi Shastri ) વિમ્બલ્ડન (Wimbledon) મેચ જોવા માટે પહોંચ્યા હતા. તેઓએ ટેનિસની મજા માણવાના આનંદને વ્યક્ત કરતી તસ્વીર શેર કરી હતી.

ટીમ ઇન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રી પણ રજાઓના મુડમાં છે. જો કે તેમનામાં રમત પ્રત્યેની ભાવના ઠસોઠસ ભરેલી છે. જે અવારનાર જોવા મળતી હોય છે. તેઓ હાલમાં ઇંગ્લેંન્ડમાં છે અને રજાઓ ગાળી રહ્યા છે. તો આ દરમ્યાન વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ ચાલુ હોય તો, તેનો લુત્ફ ઉઠાવ્યા વિના કેવી રીતે રહી શકાય. રવિ શાસ્ત્રી વિમ્બલ્ડન જોવા માટે પહોંચ્યા હતા અને તેની તસ્વીર પણ શેર કરી હતી. સાથે જ શાનદાર કેપ્શન પણ લખી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રવિ શાસ્ત્રી એ તસ્વીર શેર કરતા લખ્ય હતુ કે, સની ડે ના દિવસે વિમ્બલ્ડનમાં પાછા આવીને સારુ લાગી રહ્યુ છે. શાનદાર પરંપરા. સેન્ટર કોર્ટ કંઇક ઇશારો કરે છે.

 

આ પહેલા ઋષભ પંત પોતાના મિત્રો સાથે ફુટબોલ મેચ જોવા માટે પહોંચ્યો હતો. તેની તસ્વીર પણ સામે આવી હતી. આ ઉપરાંત સંજના ગણેશન અને જસપ્રીત બુમરાહની તસ્વીર પણ સામે આવી હતી. બંને પાર્કમાં હતા અને ખૂબ હળવા મૂડમાં બંને જણા હતા. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રજાઓ માણવાની તસ્વીરો શેર કરી ચુક્યા છે.

હાર બાદ કીવી ટીમને જીતની હકદાર ગણાવી હતી

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માં ભારતીય ટીમે 8 વિકેટે હારનો સામનો કર્યો હતો. ન્યુઝીલેન્ડે બોલીંગ અને બેટીંગ બંને વિભાગમાં ચઢીયાતુ પ્રદર્શન કર્યુ હતુ. રવિ શાસ્ત્રીએ ન્યુઝીલેન્ડની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. જે વખતે તેઓ ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, આ પરીસ્થિતીઓમાં સારી ટીમે જીત હાંસલ કરી છે. વિશ્વ ટાઇટલ માટે લાંબા સમયની રાહ જાયો બાદ ન્યુઝીલેન્ડની ટીમ જીતની હકદાર હતી. આ ટાઇટલ આ જીતનુ સાક્ષી છે કે, મોટી ચીજો સરળતા થી નથી મળતી હોતી.

Next Article