ENG vs IND: ‘ઈંગ્લેન્ડ લોર્ડ્સની ભૂલનું પુનરાવર્તન કરે છે’, માઈકલ વોને પોતાની ટીમ પર કર્યા પ્રહારો

|

Jul 04, 2022 | 7:19 AM

Cricket : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) મજબૂત સ્થિતિમાં છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પોતાની ટીમની ઘણી ભૂલોને ઉજાગર કરી છે અને રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.

ENG vs IND: ઈંગ્લેન્ડ લોર્ડ્સની ભૂલનું પુનરાવર્તન કરે છે, માઈકલ વોને પોતાની ટીમ પર કર્યા પ્રહારો
Michael Vaughan (File Photo)

Follow us on

બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં રમાયેલી ટેસ્ટ મેચ (Test Match) ના પ્રથમ ત્રણ દિવસમાં ભારતીય ટીમ (Team India) નો દબદબો રહ્યો હતો. યજમાન ઈંગ્લેન્ડે પહેલા બોલિંગમાં ભૂલો કરી અને બાદમાં ટોપ ઓર્ડર પણ નિષ્ફળ સાબિત થયો. પોતાની ટીમની આવી હાલત જોઈને પૂર્વ કેપ્ટન માઈકલ વોન (Michael Vaughan) પણ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે ઈંગ્લેન્ડ જૂની ભૂલનું પુનરાવર્તન કરી રહ્યું છે.

માઈકલ વોને કહ્યું કે, ગયા વર્ષે લોર્ડ્સમાં જે બન્યું હતું તે ફરી એક વાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ ઇંગ્લિશ સુકાનીએ કહ્યું કે, ઇંગ્લેન્ડે સવારના સત્રમાં ઘણી ભૂલો કરી. તે બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેક્કુલમનો પ્રશંસક છે. પરંતુ બંને અહીં ચૂકી ગયા.

માઈકલ વોને કહ્યું કે, જ્યારે પિચ સપાટ હોય છે ત્યારે બંનેની રણનીતિ કામ કરતી હતી. સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસને જે રીતે જસપ્રીત બુમરાહની સામે બોલિંગ કરી તે સારી ન હતી. તેણે કહ્યું કે ઈંગ્લેન્ડે ગયા વર્ષે પણ શોર્ટ બોલ વ્યૂહરચના અપનાવી હતી. જે તેમના માટે ભારે પડી ગઇ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આટલું જ નહીં જ્યારે ઈંગ્લેન્ડની બેટિંગ ચાલી રહી હતી. ત્યારે બીજા દિવસની રમત પૂરી થવાના થોડા સમય પહેલા નાઈટ વોચમેન જેક લીચને મોકલવા માં આવ્યો હતો. માઈકલ વોને કહ્યું કે ‘બેઝબોલ’ યુગમાં તે વિચિત્ર હતું. કારણ કે અડધો કલાક બાકી હતો અને તે સમયે બેન સ્ટોક્સે ત્યાં જઈને કેટલાક શોટ રમવા જોઇતા હતા. નાઈટ વોચમેન મોકલવાની યોજના સદંતર નિષ્ફળ સાબિત થઈ હતી.

તમને જણાવી દઈએ કે એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરીને 416 રનનો પર્વત જેવો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફ થી રિષભ પંતે 146, રવિન્દ્ર જાડેજાએ 104 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને પણ ધ્વસ્ત કરી નાખ્યો. આમ ઇંગ્લેન્ડની પુરી ટીમ પહેલી ઇનિંગમાં 284 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) એ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે સુકાની જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ 3 વિકેટ અને મો. શમીએ 2 વિકેટ ઝડપી હતી. તો શાર્દુલ ઠાકુર 1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.

Next Article