ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર કેથરીન બ્રન્ટ અને નેટ સાયવરના લગ્ન, 5 વર્ષથી ચાલતા હતા સંબંધો

Katherine Brunt Nat Sciver England : ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર કેથરીન બ્રન્ટ અને નેટ સાયવર લગ્ન કરી લીધા છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા.

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર કેથરીન બ્રન્ટ અને નેટ સાયવરના લગ્ન, 5 વર્ષથી ચાલતા હતા સંબંધો
Katherine Brunt and Nat Sciver (PC: England Cricket)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

May 31, 2022 | 9:52 AM

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર કેથરીન બ્રન્ટ (Katherine Brunt) અને નેટ સાયવર (Nat Sciver) ના લગ્ન થયા છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. આખરે 29 મેના રોજ તેમના લગ્ન થયા. કેથરીન બ્રન્ટ અને નેટ સાયવર (Katherine Brunt and Nat Sciver) વર્ષ 2017 માં તેમના સંબંધોની જાહેરાત કરી હતી. આ પછી બંને 2020 માં લગ્ન કરવા માંગતા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે તે શક્ય બન્યું ન હતું. તો હવે લગ્ન કર્યા.

નેટ સાયવર અને કેથરીન બ્રન્ટના લગ્ન બાદ બંને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે આ પહેલું ગે કપલ નથી જેણે લગ્ન કર્યાં. આ પહેલા ન્યુઝીલેન્ડની એમી સેટરથવેટ અને લી તાહુહુએ લગ્ન કર્યા હતા. તે જ સમયે મેરિજન કપ અને દક્ષિણ આફ્રિકાના ડેન વાન નિકેર્કે પણ લગ્ન કર્યા હતા. કેથરીન અને નેટના લગ્ન ઈંગ્લેન્ડ ઉપરાંત દુનિયાભરમાં ચર્ચામાં ચાલી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ બંને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમનો મહત્વનો ભાગ છે.

કેથરીન અને નેટની સગાઈ ઓક્ટોબર 2019 માં થઈ હતી અને તે પછી સપ્ટેમ્બર 2020 માં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના વાયરસના કારણે આ શક્ય બની શક્યું નથી.

ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની મહત્વની ખેલાડી કેથરીન બ્રન્ટ (Katherine Brunt) ની વાત કરીએ તો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ટીમમાં બોલિંગ ઓલરાઉન્ડર છે. તેણે ઇંગ્લેન્ડ માટે 14 ટેસ્ટ મેચ રમી છે. આ મેચમાં તેણે 51 વિકેટ લીધી છે. તો વન-ડે ક્રિકેટની વાત કરીએ તો કેથરિન બ્રન્ટે ઇંગ્લેન્ડ માટે 140 વનડે મેચમાં ભાગ લીધો હતો. જેમાં તેણે 167 વિકેટ લીધી છે. જ્યારે 96 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે ભાગ લીધો હતો અને તેમાં તેણે 98 વિકેટ ઝડપી છે.

તો ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની મહત્વની ખેલાડી નેટ સાયવર (Nat Sciver) ની વાત કરીએ તો તે પણ ઓલરાઉન્ડર તરીકે ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે 7 ટેસ્ટ મેચમાં 300 થી વધુ રન બનાવ્યા છે. તેણે 9 વિકેટ પણ લીધી છે. સાયવરે 89 વનડેમાં 2711 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 16 અડધી સદી ફટકારી છે. તેણીએ 91 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1720 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 72 વિકેટ પણ લીધી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati