Ashes 2021: સતત હારને લઇ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં હડકંપ, મેલબોર્ન ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં 4 ફેરફાર કરાશે!

|

Dec 22, 2021 | 9:54 PM

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (England Vs Australia) વચ્ચે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્ન (Melbourne) માં રમાશે. મુલાકાતી ટીમ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો સાથે મેચમાં પ્રવેશ કરી શકે છે.

Ashes 2021: સતત હારને લઇ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં હડકંપ, મેલબોર્ન ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં 4 ફેરફાર કરાશે!
England Cricket Team

Follow us on

Ashes 2021-22 ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) માં ખળભળાટ મચી ગયો છે. એડિલેડમાં હાર બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ (Joe Root) પણ ટીમથી ઘણો નિરાશ દેખાયો. હવે ઈંગ્લેન્ડની ટીમ વાપસી કરવા માંગે છે અને આ માટે તેઓ પોતાની પ્લેઈંગ ઈલેવનને સંપૂર્ણપણે બદલવાનું વિચારી રહી છે. સમાચાર અનુસાર, ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન (England Playing Eleven) માં ચાર મોટા ફેરફાર થઈ શકે છે.

જેક ક્રાઉલી (Zak Crawley) ને ત્રીજી ટેસ્ટમાં તક મળી શકે છે. તેમજ જોની બેયરિસ્ટો ટીમમાં વાપસી કરી શકે છે. બીજી ટેસ્ટમાંથી બહાર બેઠેલા ડાબા હાથના સ્પિનર ​​જેક લીચને પણ ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. આ સિવાય ફાસ્ટ બોલર માર્ક વુડ પણ ત્રીજી ટેસ્ટમાં રમતા જોવા મળી શકે છે.

 

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

કયા ખેલાડીઓના કપાશે પત્તા?

મીડિયાના અહેવાલ મુજબ ઓલી પોપને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે. રોરી બર્ન્સ અને હસીબ હમીદનું પ્રદર્શન પણ ઘણું નિરાશાજનક રહ્યું છે, તેથી જેક ક્રાઉલીને કોઈપણ ખેલાડીને પડતો મૂકીને તક આપવામાં આવી શકે છે. રોરી બર્ન્સ બ્રિસ્બેન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો, જોકે તેણે એડિલેડ ટેસ્ટમાં 34 રન બનાવ્યા હતા, જે તેના ફોર્મમાં પરત ફરવાના સંકેત આપે છે. હસીબ હમીદે પણ બ્રિસ્બેન ટેસ્ટની બે ઇનિંગ્સમાં 25 અને 27 રન બનાવ્યા હતા પરંતુ એડિલેડમાં તે ફ્લોપ સાબિત થયો હતો.

 

જેક ક્રાઉલી પણ ફોર્મમાં નથી

ઈંગ્લેન્ડ માટે ચિંતાનો વિષય એ છે કે, જેક ક્રાઉલીને તેઓ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માટે વિચારી રહ્યા છે તે પોતે આઉટ ઓફ ફોર્મ છે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ક્રાઉલીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

આ વર્ષે જેક ક્રાઉલીની એવરેજ માત્ર 11 છે. જો કે, જેક ક્રોલીને ઓસ્ટ્રેલિયન પીચો માટે યોગ્ય બેટ્સમેન તરીકે ગણવામાં આવે છે કારણ કે તે 6 ફૂટ 5 ઇંચ ઉંચો છે અને ઉછાળવાળી બોલિંગ સામે એકદમ આરામદાયક લાગે છે. ઈંગ્લેન્ડ માટે એ પણ ચિંતાનો વિષય છે કે તેનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ ફોર્મમાં નથી. ત્રીજી ટેસ્ટ પણ ઈંગ્લિશ ટીમ માટે આસાન સાબિત થઈ રહી નથી.

 

આ પણ વાંચોઃ Sabarkantha: જયેશ પટેલ અને તેના કાકા માત્ર પેપર લીક જ નહી પરંતુ પહેલા થી જ લોકોને પૈસામાં નવડાવવામાં છે અઠંગ

આ પણ વાંચોઃ IPL 2022 Mega Auction: જાણો ક્યારે અને ક્યાં યોજાશે મેગા ઓક્શન, સામે આવ્યા સમાચાર

Published On - 9:49 pm, Wed, 22 December 21

Next Article