Ashes 2021: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના બેટ્સમેનો 23 વર્ષ બાદ ફરી એકવાર આ શરમજનક રેકોર્ડ પોતાના નામે કરવા પર પહોંચ્યા! બસ 5 ડગલા દુર

|

Dec 26, 2021 | 8:31 AM

ક્રિકેટમાં રેકોર્ડ બનતાની સાથે જ તૂટી જવાના હોય છે. અને, ઈંગ્લેન્ડની ટીમ કંઈક અલગ કરવા ઈચ્છે છે. તે પોતે બનાવેલા વિશ્વ વિક્રમનું બલિદાન આપવાની નજીક છે.

Ashes 2021: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના બેટ્સમેનો 23 વર્ષ બાદ ફરી એકવાર આ શરમજનક રેકોર્ડ પોતાના નામે કરવા પર પહોંચ્યા! બસ 5 ડગલા દુર
Australia Vs England

Follow us on

ક્રિકેટમાં રેકોર્ડ બનતાની સાથે જ તૂટી જવાના હોય છે. અને, ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) કંઈક અલગ કરવા ઈચ્છે છે. તે પોતે બનાવેલા વિશ્વ વિક્રમની બલિ ચઢાવવાની નજીક છે. તેણે આ વર્લ્ડ રેકોર્ડ 23 વર્ષ પહેલા બનાવ્યો હતો. પરંતુ, હવે જો તે દિશામાં 5 પગલા આગળ વધશે તો તે ફરીથી નવો વર્લ્ડ રેકોર્ડ (Cricket World record) બનાવશે. હવે તમે વિચારતા જ હશો કે આખરે આ વર્લ્ડ રેકોર્ડ શું છે? આને શું લેવાદેવા છે? તો અમે તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ એક અનોખી અડધી સદી સાથે સંબંધિત છે.

જી હાં, ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં ઈંગ્લેન્ડે અડધી સદી ફટકારી છે. પરંતુ આ અડધી સદી થોડી અલગ છે કારણ કે તેને રન સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેનો સંબંધ બેટ્સમેનના શૂન્ય થવાથી એટલે કે ખાતું ખોલ્યા વિના આઉટ થવા સાથે છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડે વર્ષ 1998માં આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે તે 2021માં તેને તોડવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ઈંગ્લેન્ડની ટીમની અનોખી અડધી સદી!

ઈંગ્લેન્ડની ટીમે એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં 54 ડક્સનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે 23 વર્ષ બાદ ફરી એકવાર તેણે એક કેલેન્ડર વર્ષમાં બતક બનવાની અડધી સદી પૂરી કરી છે. વર્ષ 2021માં અત્યાર સુધીમાં તેના 50 બેટ્સમેન ડક્સ રહ્યા છે. એટલે કે મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટની બાકીની ઈનિંગમાં જો 5 બેટ્સમેન વધુ ડક રહેશે તો ઈંગ્લિશ ટીમ ફરી એક નવો રેકોર્ડ બનાવશે. બીજી તરફ, જો 4 બેટ્સમેન શતક થઈ જાય છે, તો તે જૂના રેકોર્ડની બરાબરી કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ઈંગ્લેન્ડનો 50મો ડક બેટ્સમેન હસીબ હમીદ

મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં હસીબ હમીદ શૂન્ય પર આઉટ થયા બાદ વર્ષ 2021માં ઈંગ્લેન્ડની ટીમની 50 મું ડક પૂર્ણ થયુ હતુ. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે હસીબ હમીદની વિકેટ લીધી હતી. હમીદે મેચમાં 10 બોલનો સામનો કર્યો, છતાં તે એકપણ રન બનાવી શક્યો નહીં. ઈંગ્લેન્ડે મેલબોર્ન ટેસ્ટ માટે પોતાની ઓપનિંગ જોડી બદલી. પરંતુ આ પરિવર્તન કામ ન આવ્યું. અને, ટીમને પ્રથમ ફટકો પ્રથમ દાવમાં માત્ર 4 રનમાં જ લાગ્યો હતો.

બગડતી ઓપનિંગની અસર ટીમની શરૂઆત પર પડી છે. મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડે માત્ર 61 રનમાં તેની ટોચના ક્રમની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાં, બંને ઓપનર માત્ર 13 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.

 

 

આ પણ વાંચોઃ IND vs SA: ચેતેશ્વર પુજારા અને રહાણે પર રાહુલ દ્રવિડે દર્શાવ્યો પૂરો ભરોસો, હેડ કોચે કહ્યુ ‘મહત્વનુ હશે યોગદાન’

આ પણ વાંચોઃ Boxing Day Test: ‘બોક્સિંગ’ શબ્દને ક્રિકેટ સાથે શુ છે સંબંધ ? 26 ડીસેમ્બર થી શરુ થતી ટેસ્ટ મેચને અપાય છે ખાસ ઓળખ, જાણો

Next Article