પાકિસ્તાનની ઐતિહાસિક બેઈજ્જતી, ઈંગ્લેન્ડમાં બનાવ્યો સૌથી શરમજનક રેકોર્ડ, પહેલીવાર બન્યું આવું

એજબેસ્ટન ટેસ્ટમાં પાકિસ્તાનની બેટિંગે ફરી એકવાર ચાહકોને નિરાશ કર્યા. ઈંગ્લેન્ડના ઝડપી બોલરો સામે પાકિસ્તાની ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ધરાશાયી થયો અને પ્રથમ સેશનમાં જ ટીમે સાત વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન પાકિસ્તાનના ટોચના પાંચ બેટ્સમેનોમાંથી એક પણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહીં. આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડમાં પાકિસ્તાને સૌથી શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો.

પાકિસ્તાનની ઐતિહાસિક બેઈજ્જતી, ઈંગ્લેન્ડમાં બનાવ્યો સૌથી શરમજનક રેકોર્ડ, પહેલીવાર બન્યું આવું
Pakistan
Image Credit source: X
| Updated on: Sep 09, 2026 | 7:37 PM

બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે પાકિસ્તાની બેટિંગ ખોરવાઈ ગઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા, પાકિસ્તાને એક શરમજનક ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ બનાવ્યો, જે ઈંગ્લેન્ડના ટેસ્ટ ઇતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પહેલીવાર, કોઈ ટીમના ટોચના પાંચ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચ્યા વિના એક અંકમાં પેવેલિયન પરત ફર્યા.

પાકિસ્તાનનો સૌથી શરમજનક રેકોર્ડ

મેચના પહેલા સેશનમાં, યજમાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોએ ભારે તબાહી મચાવી દીધી, જેના કારણે પાકિસ્તાનનો સ્કોર માત્ર 23 ઓવરમાં 100 રનમાં 7 વિકેટે સમેટાઈ ગયો. પાકિસ્તાનના ટોપ ઓર્ડર બેટ્સમેન ઈંગ્લેન્ડના બોલરો સામે સંપૂર્ણપણે લાચાર હતા. સેમ અયુબે 10 બોલ રમ્યા અને ઓલી રોબિન્સનના બોલ પર LBW આઉટ થયો. ત્યારબાદ, 9 રન બનાવી અઝાન અવૈસ જોફ્રા આર્ચરના બોલ પર જોશ ટોંગના હાથે કેચ આઉટ થયો.

પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ઢેર

ત્યારબાદ અબ્દુલ્લા શફીક ફક્ત ત્રણ રન બનાવીને રોબિન્સનનો શિકાર બન્યો. શાન મસૂદ પણ ફક્ત પાંચ રન બનાવીને આર્ચરના હાથે કેચ આઉટ થયો. આ દરમિયાન, કેપ્ટન બાબર જોશ ટોંગના શાનદાર ઇન-કટર દ્વારા 18 બોલમાં સાત રન બનાવીને ક્લીન બોલ્ડ થયો. ઇંગ્લેન્ડની ધરતી પર 140 વર્ષથી વધુના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું કે કોઈ ટીમનો ટોપ ઓર્ડર પહેલી ઇનિંગમાં આવી ખરાબ રીતે પત્તાના મહેલની જેમ ઢેર થયો હોય.

 

ઈંગ્લેન્ડના પેસ બોલરોનો તોફાન

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને સીમિંગ પરિસ્થિતિઓનો સંપૂર્ણ લાભ લેવા માટે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, આ નિર્ણયનો તેમના ઝડપી બોલરોએ પૂરો લાભ લીધો. પ્રથમ સેશનમાં જોશ ટંગે ધારદાર બોલિંગથી કેપ્ટન બાબર આઝમ, ડેબ્યુટન્ટ વિકેટકીપર ગાઝી ઘોરી અને મોહમ્મદ ઈમરાનને આઉટ કર્યા. ઓલી રોબિન્સન અને જોફ્રા આર્ચરે પણ શરૂઆતમાં વિકટ લીધી, જેનાથી પાકિસ્તાનની બેટ્સમેનોને સેટ થવાની તક જ નહીં મળી.

પાકિસ્તાનની ભારે ટીકા

પાકિસ્તાનના શરમજનક પ્રદર્શન બાદ, ચાહકો ગુસ્સે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર ટીમની ભારે ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓપનર અહેમદ શહેઝાદે પણ ટોપ ઓર્ડરના બેટિંગ પ્રદર્શનથી નિરાશા વ્યક્ત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “પાકિસ્તાનના ટોપ ઓર્ડરે ફરી એકવાર સારી બેટિંગ પિચ પર ડરપોક વલણ અપનાવ્યું.”

પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતા જ રૂટે રચ્યો ઈતિહાસ, પોન્ટિંગ-વોને પાછળ છોડ્યા, હવે સચિન-એન્ડરસન જ આગળ

Follow Us
Loading...
Unable to load recommendations.