ENG Vs NZ: ન્યુઝીલેન્ડની શાનદાર વાપસી, ઇંગ્લેન્ડની ટીમ 141 રનમાં ઓલઆઉટ

|

Jun 05, 2022 | 8:26 AM

Cricket : પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket) ની ટીમ માત્ર 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને આ મેચમાં પોતાની ટીમને વાપસી કરી હતી.

ENG Vs NZ: ન્યુઝીલેન્ડની શાનદાર વાપસી, ઇંગ્લેન્ડની ટીમ 141 રનમાં ઓલઆઉટ
New Zealand Cricket (PC: BlackCaps Twitter)

Follow us on

લોર્ડ્સ (Lord’s Test) માં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) એ શાનદાર પુનરાગમન કરતા ઈંગ્લેન્ડ (England Cricket) ને માત્ર 141 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પહેલા પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડની ટીમ લાંબી લીડ લઈને આ મેચ પર પોતાની પકડ મજબૂત કરશે. પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને આ મેચમાં પોતાની ટીમને વાપસી અપાવી હતી.

ટિમ સાઉથીની 4 વિકેટ

ટિમ સાઉથી (Tim Southee) એ ન્યૂઝીલેન્ડ માટે ઘાતક બોલિંગ કરી અને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓને મોટી લીડ લેવાની તક આપી નહીં. ટિમ સાઉદીએ 14 ઓવરમાં 55 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેમાં 3 મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટે પણ શાનદાર બોલિંગ કરતા ટિમ સાઉદીનો સુંદર સાથ આપ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) એ 13.5 ઓવરમાં માત્ર 21 રન આપ્યા અને 3 વિકેટ લીધી. ડીગ્રાન્ડહોમને 2 અને જેમસને 1 વિકેટ લીધી હતી. આ રીતે ઈંગ્લેન્ડની આખી ટીમ 42.5 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જૈક ક્રૌલીએ બનાવ્યા સૌથી વધુ રન

ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જેક ક્રાઉલ (Zak Crawley) એ 43 રન બનાવ્યા હતા. જ્યારે અન્ય ઓપનર એલેક્સ લીસ માત્ર 25 રન બનાવી શક્યો હતો. આ 2 બેટ્સમેન સિવાય માત્ર જો રૂટ (Joe Root) જ ડબલ ફિગર પાર કરી શક્યો હતો. તેણે 11 રન બનાવ્યા હતા. સુકાની બેન સ્ટોક્સ (Ben Stokes) માત્ર 1 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટના હાથે બોલ્ડ થયો હતો.

132 રન પર ન્યુઝીલેન્ડની ટીમ ઓલઆઉટ થઇ હતી

આ પહેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો બેટિંગમાં કંઈ ખાસ બતાવી શક્યા ન હતા. ઓપનર ટોમ લાથમ અને વિલ યંગ બંને 1-1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ તરફથી ડી ગ્રાન્ડહોમે સૌથી વધુ અણનમ 42 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને મેટી પોટ્સે 4-4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ બ્રોડ અને સ્ટોક્સને પણ એક પછી એક સફળતા મળી.

Published On - 7:03 pm, Fri, 3 June 22

Next Article