ENG vs IND: 8 વર્ષના દુષ્કાળને ખતમ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, રોહિત સતત ચોથી સિરીઝ જીતવા ઈચ્છશે

|

Jul 17, 2022 | 2:18 PM

India vs England 3rd ODI: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે રમાશે. બંને ટીમો સિરીઝ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

ENG vs IND: 8 વર્ષના દુષ્કાળને ખતમ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, રોહિત સતત ચોથી સિરીઝ જીતવા ઈચ્છશે
Rohit Sharma (File Photo)

Follow us on

આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે ત્રીજી વનડે રમાશે. હાલ આ ત્રણ મેચની વનડે શ્રેણી 1-1 થી બરાબર છે. આવી સ્થિતિમાં આજે જે પણ ટીમ જીતશે, શ્રેણી તેના નામે થશે. મહત્વનું છે કે આજની મેચમાં તમામની રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પર રહેશે.

8 વર્ષના દુષ્કાળને ખતમ કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા

ટીમ ઈન્ડિયા (Team India) ઓલ્ડ ટ્રેફર્ડ વનડે જીતીને 8 વર્ષના દુષ્કાળનો અંત લાવવા ઈચ્છશે. હકિકતમાં ભારત 8 વર્ષથી ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતી શક્યું નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2014માં ઈંગ્લેન્ડમાં વનડે સિરીઝ જીતી હતી. ત્યારે એમએસ ધોની (MS Dhoni) ટીમ ઈન્ડિયાના સુકાની હતો. ભારતે તે શ્રેણી 3-1થી જીતી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રોહિત શર્મા પાસે પણ ઇતિહાસ રચવાની તક

રોહિત શર્મા (Rohit Sharma) એ સુકાની તરીકે ત્રણ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી છે. આવી સ્થિતિમાં આજે તેની પાસે સુકાની તરીકે સતત ચોથી વનડે શ્રેણી જીતવાની તક છે. રોહિત શર્માએ ડિસેમ્બર 2017માં પહેલીવાર વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ત્યાર બાદ ભારતે શ્રીલંકા સામેની 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

 

ઓલ્ડ ટ્રેફોર્ડનો પિચ રિપોર્ટ

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડની પીચ ઇંગ્લેન્ડમાં સ્પિનરો માટે શ્રેષ્ઠ પિચ માનવામાં આવે છે. જો કે અહીં ઝડપી બોલરોને પણ બાઉન્સ મળે છે. આવી સ્થિતિમાં બોલરોને મદદ મળવાની સંભાવના છે. જો કે અહીં રમાયેલી છેલ્લી 9 ODIમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 6 વખત 290+ રન બનાવ્યા છે.

 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ફેમસ કૃષ્ણા અને યુઝવેન્દ્ર ચહલ.

ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, લિયામ લિવિંગસ્ટોન, બેન સ્ટોક્સ, જોસ બટલર (સુકાની), મોઈન અલી, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, ક્રેગ ઓવરટોન અને રીસ ટોપલી.

Next Article