ENG vs IND: Rohit Sharma એ સૌથી સફળ ભારતીય સુકાની બનવાનો રેકોર્ડ બનાવ્યો, દિગ્ગજ ધોનીને પાછળ છોડ્યો

|

Jul 18, 2022 | 8:46 AM

IND vs ENG ત્રીજી ODI: રોહિત શર્માએ કેપ્ટન તરીકે ઈતિહાસ રચ્યો. ટીમે તેના નેતૃત્વમાં ઈંગ્લેન્ડમાં ટી-20 બાદ વનડે શ્રેણી પણ જીતી છે. ભારતે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું.

ENG vs IND: Rohit Sharma એ સૌથી સફળ ભારતીય સુકાની બનવાનો રેકોર્ડ બનાવ્યો, દિગ્ગજ ધોનીને પાછળ છોડ્યો
Rohit Sharma (File Photo)

Follow us on

રોહિત શર્મા (Rohit Sharma) નવા સુકાની બન્યા બાદ અત્યાર સુધી એક પણ સિરીઝ હાર્યો નથી. તેણે રવિવારે સુકાની તરીકે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India) એ ત્રીજી ODI (ENG vs IND) માં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું. મેચમાં યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરતા 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે રિષભ પંત (Rishabh Pant) ના અણનમ 125 રનની મદદથી 5 વિકેટે મેચ જીતી લીધી હતી. આ રીતે ટીમે વનડે શ્રેણી 2-1થી કબજે કરી લીધી હતી. આ પહેલા ટીમે ટી20 સિરીઝ પણ 2-1થી જીતી હતી. આ રીતે રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ સામે ટી-20 અને વનડે શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય સુકાની બની ગયો છે. ભૂતપૂર્વ દિગ્ગજ સુકાની એમએસ ધોની (MS Dhoni) પણ આ કરી શક્યો ન હતો.

2 સુકાની ટી20 સીરિઝ જીતી ચુક્યા છે

અત્યાર સુધી 2 સુકાની ઈંગ્લેન્ડમાં T20 સિરીઝ જીતી ચૂક્યા છે. 2018માં વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની હેઠળની ટીમે 3 મેચની શ્રેણી 2-1 થી જીતી હતી. તાજેતરમાં જ રોહિત શર્મા (Rohit Sharma) એ સુકાની તરીકે ટી-20 સિરીઝ પણ 2-1 થી જીતી હતી. રોહિત શર્મા પાસે હાલમાં ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટની કમાન છે. જોકે ટીમના પ્રવાસની શરૂઆત સારી રહી ન હતી. ઇંગ્લિશ ટીમે એજબેસ્ટન ખાતેની 5મી ટેસ્ટ 7 વિકેટે જીતીને શ્રેણી 2-2થી બરાબર કરી લીધી હતી. આ મેચમાં રિષભ પંત મેન ઓફ ધ મેચ બન્યો હતો અને હાર્દિક પંડ્યા મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

ભારત સામેની શ્રેણી પહેલા ઇયોન મોર્ગને સુકાની પદ છોડ્યું હતું

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team) નો સુકાની જોસ બટલર સારી શરૂઆત કરી શક્યો ન હતો. ઈયોન મોર્ગને ભારત સામે ની શ્રેણી પહેલા નિવૃત્તિ લીધી હતી. તેના સ્થાને જોસ બટલર ને T20 અને ODI ટીમ નો નવો સુકાની બનાવવામાં આવ્યો છે. તેઓ પ્રથમ બંને શ્રેણી ગુમાવી ચૂક્યા છે. બંને સિરીઝમાં ઈંગ્લિશ ટીમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. જોકે બોલરોનું પ્રદર્શન સારું રહ્યું હતું.

Next Article