IND vs ENG: ઋષભ પંત-રવીન્દ્ર જાડેજાની જોડીએ અઝહરુદ્દીન અને તેંડુલકર જેવી કમાલ કરી, એક સાથે અનેક રેકોર્ડ બનાવ્યા

|

Jul 02, 2022 | 12:34 PM

Cricket : રિષભ પંત (Rishabh Pant) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની જોડીએ ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટના પહેલા દિવસે 222 રનની ભાગીદારી કરી અને આ સાથે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.

IND vs ENG: ઋષભ પંત-રવીન્દ્ર જાડેજાની જોડીએ અઝહરુદ્દીન અને તેંડુલકર જેવી કમાલ કરી, એક સાથે અનેક રેકોર્ડ બનાવ્યા
Rishabh Pant and Ravindra Jadeja (PC: BCCI)

Follow us on

ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ મેચના પહેલા દિવસે રિષભ પંત (Rishabh Pant) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક સમયે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા (Team India) એ 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ પોતાની બેટિંગનો જાદુ બતાવ્યો અને ટીમને શરમજનક સ્થિતિમાં પહોંચતા બચાવી. એટલું જ નહીં રનનો વરસાદ કરીને તેને મજબૂત સ્થિતિમાં પણ પહોંચાડી દીધી.

રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 222 રનની ભાગીદારી થઈ હતી. પંતે 146 રનની મજબૂત ઇનિંગ રમી હતી. જ્યારે જાડેજા 83 રન પર પ્રથમ દિવસની રમતના અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. ભારતે પ્રથમ દિવસે 7 વિકેટે 338 રન બનાવ્યા છે. પંત અને જાડેજાની જોડીએ પહેલા દિવસે ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

  1. બંનેની 222 રનની ભાગીદારી ઘરથી દૂર ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી કે નીચલા ક્રમની વિકેટ માટે ભારતની સંયુક્ત-સૌથી મોટી ભાગીદારી છે. મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન તેંડુલકરની જોડીએ દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં 222 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ટીમે 58 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે અઝહરુદ્દીન અને તેંડુલકરે પણ આ ભાગીદારી નોંધાવી હતી.
  2. પંતે એશિયા બહાર 5માંથી 4 ટેસ્ટ સદી ફટકારી છે. તેના પહેલા માત્ર 2 ભારતીય બેટ્સમેન 25 વર્ષના થયા પહેલા એશિયાની બહાર સૌથી વધુ સદી ફટકારી ચુક્યા છે. સચિન તેંડુલકરે 7 વખત અને સુનીલ ગાવસ્કરે 5 વખત કર્યું.
  3. ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  4. પંત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન બની ગયા છે. તેણે 89 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઈંગ્લેન્ડમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીન છે. જેણે 1990માં લોર્ડ્સમાં 87 બોલમાં આવું કારનામું કર્યું હતું.
  5. પંત અને જાડેજાની 222 રનની ભાગીદારી ટેસ્ટ ક્રિકેટમાં ભારતની સંયુક્ત ચોથી સૌથી મોટી ભાગીદારી છે. ભારત માટે સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ દિલીપ વેંગસરકર અને રવિ શાસ્ત્રીના નામે છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે વાનખેડે ખાતે 298 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
  6. ઈંગ્લેન્ડની ધરતી પર છઠ્ઠી વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી છે. પંત અને જાડેજાની જોડી ઓછા અંતરથી ગેરી સોબર્સ અને ડેવિડ હોલફોર્ડના રેકોર્ડને તોડવામાં ચૂકી ગઈ હતી. સોબર્સ અને હોલફોર્ડે 1996માં 274 રનની ભાગીદારી કરી હતી.
  7. પંત અને જાડેજાની ભાગીદારી ઈંગ્લેન્ડમાં કોઈપણ ભારતીય જોડીની ચોથી સૌથી મોટી ભાગીદારી છે.
Next Article