ENG vs IND 2nd T20: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ, આ મામલામાં યુસુફ પઠાણને પાછળ છોડી દીધો

|

Jul 10, 2022 | 8:46 AM

Cricket : ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ઈંગ્લેન્ડ સામે 46 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ENG vs IND 2nd T20: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ, આ મામલામાં યુસુફ પઠાણને પાછળ છોડી દીધો
Ravindra Jadeja (PC: Twitter)

Follow us on

બર્મિંગહામમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે રમાઈ રહેલી T20 મેચમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 46 રનની અણનમ ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજાએ આ ઇનિંગને ખાસ સિદ્ધિમાં પોતાના નામે કરી હતી. તેણે યુસુફ પઠાણ (Yusuf Pathan) નો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. રવિન્દ્ર જાડેજા ભારત માટે ઈંગ્લેન્ડમાં T20 મેચો (T20 Cricket) માં એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો હતો. તેણે 6ઠ્ઠા નંબર પર કે તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરી હતી.

રવીન્દ્ર જાડેજાએ 13 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

રવીન્દ્ર જાડેજાએ બર્મિંગહામ T20 ઈન્ટરનેશનલ મેચમાં 29 બોલનો સામનો કરીને 5 ચોગ્ગાની મદદથી અણનમ 46 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 158.62 હતો. રવીન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડમાં T20 ઇન્ટરનેશનલ મેચની ઇનિંગમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. તેણે યુસુફ પઠાણનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. યુસુફ પઠાણે વર્ષ 2009માં અણનમ 33 રન બનાવ્યા હતા. જ્યારે સુરેશ રૈનાએ 2011માં 33 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડમાં ભારત માટે સૌથી વધુ ટી20 સ્કોર (6 કે નીચલા ક્રમ પર બેટિંગ કરતા):

1) રવિન્દ્ર જાડેજાઃ 46* (2022)
2) યુસુફ પઠાણઃ 33* (2009)
3) સુરેશ રૈનાઃ 33 (2011)

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારતે બીજી ટી20 મેચ 49 રને જીતી લીધી

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ટી20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. ભારતે બીજી મેચને શાનદાર રીતે જીતી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) શરુઆતને બંને મેચ લક્ષ્ય બચાવીને જીત મેળવવામાં સફળતા મેળવી છે. ભારતે બીજી ટી20માં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 170 રનનો સ્કોર 8 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો. એક બાદ એક ભારતીય બેટ્સમેનો પેવિલિયન પરત ફરવાનો સિલસિલો જાળવતા ભારત માટે મુશ્કેલીથી આ સ્કોર નોંધાવવામાં સફળ રહ્યુ હતુ. પરંતુ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશીપમાં વધુ એક ટી20 મેચ જીતવામાં સફળતા મળી હતી અને સાથે જ સિરીઝમાં અજેય રહી ટ્રોફી હવે પોતાને નામ કરી લેવામાં ભારત સફળ રહ્યુ છે.

ભારતીય બોલરોએ કમાલની બોલીંગ કરી હતી. આ વખતે પણ ભારતીય બોલરોએ જીતની જવાબદારી સંભાલી લીધી હતી અને સામુહીક રીતે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ મેચની જેમ બીજી મેચમાં પણ સંઘર્ષની સ્થિતીમાં લાવી દીધા હતા અને એક એક રન માટે તરસાવી દીધા હતા.

Next Article