ENG vs IND : મોહમ્મદ શમીની કમાલ, ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો

|

Jul 13, 2022 | 6:56 AM

Cricket : આ મેચમાં જસપ્રીત બુમરાહે 7.2 ઓવરમાં શાનદાર પ્રદર્શન કરતા 19 રન આપીને  6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો.

ENG vs IND : મોહમ્મદ શમીની કમાલ, ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
Mohammed Shami (PC: BCCI)

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) ની શાનદાર બોલિંગ જોવા મળી હતી. ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની જોડીએ યજમાન ટીમને શરૂઆતના આંચકા આપ્યા અને ઈંગ્લેન્ડને બેક ફૂટ પર લાવી દીધું.

ઇંગ્લેન્ડ સામેની પહેલી વન-ડે મેચમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આ સાથે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. હવે તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. મોહમ્મદ શમી પહેલા આ રેકોર્ડ અજીત અગરકરના નામે હતો. તેણે 97 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. તો મોહમ્મદ શમીએ આ સિદ્ધી 80 મેચમાં મેળવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૌથી ઝડપી 150 વિકેટ લેનાર બોલર

1) મિચેલ સ્ટાર્કઃ 77 મેચ (ઓસ્ટ્રેલિયા)
2) સકલૈન મુશ્તાક 78 મેચ (પાકિસ્તાન)
3) મોહમ્મદ શમી/રાશિદ ખાન 80 મેચ (ભારત, અફઘાનિસ્તાન)
4) ટ્રેન્ટ બોલ્ટ 81 મેચ (ન્યુઝીલેન્ડ)
5) બ્રેટ લી 82 મેચ (ઓસ્ટ્રેલિયા)

150 વિકેટ લેવા માટે સૌથી ઓછા બોલ

1) મિચેલ સ્ટાર્કઃ 3917 બોલ
2) અજંતા મેંડિસઃ 4053 બોલ
3) મોહમ્મદ શમીઃ 4071 બોલ

મોહમ્મદ શમીનો વન-ડે રેકોર્ડ
80 વન-ડે મેચ, 151 વિકેટ, બેસ્ટઃ 69/5

 

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે શરૂઆતથી જ અહીં ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું હતું. અહીં ઈંગ્લેન્ડની હાલત એક સમયે એટલી ખરાબ થઇ ગઇ હતી કે માત્ર 26ના સ્કોર પર અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.

ભારતીય ફાસ્ટ બોલરો જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને મોહમ્મદ શમી (Mohammad Shami) ના ઓપનિંગ સ્પેલમાં ઈંગ્લેન્ડની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહે 7.2 ઓવરમાં શાનદાર પ્રદર્શન કરતા 19 રન આપીને  6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો.

ભારતે જીતનો લક્ષ્યાંક માત્ર 18.4 ઓવરમાં હાંસલ કર્યો

આખરે ટીમ ઈન્ડિયા (Team India) એ આ મેચ 10 વિકેટથી જીતી લીધી. રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવન (Shikhar Dhawan) એ શાનદાર બેટિંગ કરતા ઈંગ્લેન્ડે આપેલા 111 રનના લક્ષ્યાંકને માત્ર 18.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

Next Article