Joe Root: જો રૂટે કોહલી અને સ્મિથને પાછળ છોડીને ટેસ્ટ કારકિર્દીની 28મી સદી ફટકારી

|

Jul 05, 2022 | 5:13 PM

Cricket : જો રૂટ (Joe Root) એજબેસ્ટન ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં મોટી ઈનિંગ રમી શક્યો ન હતો. પરંતુ બીજી ઈનિંગમાં તેણે પોતાનું શાનદાર પ્રદર્શન કરતા ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 28 સદી ફટકારી હતી.

Joe Root: જો રૂટે કોહલી અને સ્મિથને પાછળ છોડીને ટેસ્ટ કારકિર્દીની 28મી સદી ફટકારી
England Cricket Team win Fifth Test Match (PC Twitter)

Follow us on

વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન જો રૂટ (Joe Root)એ પોતાના બેટથી શાનદાર ઈનિંગ રમીને આલોચકોને બતાવી દીધું કે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેનું નામ મહાન બેટ્સમેનમાં શું કામ લેવામાં આવે છે. એજબેસ્ટન ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં જો રૂટે ભારત સામે 31 રન બનાવ્યા હતા. પરંતુ બીજી ઈનિંગમાં તેણે ટીમ ઈન્ડિયા (Team India)ના બોલરોને પોતાના પર હાવી થવા દીધા ન હતા અને સદી ફટકારી હતી. જો રૂટની ક્રિકેટ કારકિર્દીની આ 28મી સદી હતી. જ્યારે ભારત સામેની આ તેની 9મી ટેસ્ટ સદી હતી.

જો રુટે તોડ્યો વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથનો રેકોર્ડ

જો રૂટે વિરાટ કોહલી (Virat Kohli) અને સ્ટીવ સ્મિથ (Steve Smith)ને પાછળ છોડીને એજબેસ્ટન ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 28મી સદી ફટકારી હતી. વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથે તેમની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધી 27-27 સદી ફટકારી છે. પરંતુ જો રૂટે હવે બંનેને પાછળ છોડી દીધા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ફેબ ફોરમાં ટેસ્ટ સદીઃ

1) જો રુટઃ 28 સદી
2) સ્ટીવ સ્મિથઃ 27 સદી
3) વિરાટ કોહલીઃ 27 સદી
4) કેન વિલિયમસનઃ 24 સદી

 

136 બોલમાં જો રુટે પુરી કરી પોતાી સદી

આ મેચમાં જો રૂટે 136 બોલનો સામનો કરીને 14 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તેણે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજના બોલ પર શાનદાર ચોગ્ગો ફટકારીને પોતાની આ સદી પૂરી કરી હતી. જો રૂટે બીજા દાવમાં 173 બોલનો સામનો કરીને 1 છગ્ગા અને 19 ચોગ્ગાની મદદથી અણનમ 142 રન બનાવ્યા હતા અને જોની બેયરસ્ટો સાથે ચોથી વિકેટ માટે અણનમ 269 રનની ભાગીદારી નોંધાવીને પોતાની ટીમને 7 વિકેટે જીત અપાવી હતી.

જો રુટે તોડ્યા ઘણા દિગ્ગજોના રેકોર્ડ

જો રૂટ (Joe Root)એ ભારત સામે તેની નવમી ટેસ્ટ સદી ફટકારી અને રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો. આ પહેલા ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ રિકી પોન્ટિંગ, વિવ રિચર્ડ્સ, સ્ટીવ સ્મિથ અને ગેરી સોબર્સના નામે હતો. આ તમામે ભારત સામે 8 ટેસ્ટ સદી ફટકારી હતી.

ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ટોપ 5 બેટ્સમેનોઃ

1) જો રુટઃ 9 સદી
2) રિકી પોન્ટિંગઃ 8 સદી
3) વિવ રિચર્ડ્સઃ 8 સદી
4) સ્ટીવ સ્મિથઃ 8 સદી
5) ગૈરી સોબર્સઃ 8 સદી

Next Article