ENG vs IND: Rishabh Pant માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું આસાન નહીં હોય, જાણો બીજી T20માં કોણ હશે વિકેટકીપર

|

Jul 09, 2022 | 8:48 AM

Cricket : ઘણા ભારતીય ખેલાડીઓ બીજી T20 (T20 Cricket) માટે પરત ફરી રહ્યા છે. જેમાં કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને રિષભ પંતનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં વિકેટકીપર કોણ હશે તે જોવાનું રહેશે.

ENG vs IND: Rishabh Pant માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું આસાન નહીં હોય, જાણો બીજી T20માં કોણ હશે વિકેટકીપર
Rishabh Pant and Dinesh Kartik (PC: BCCI)

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ શુક્રવાર, 9 જૂને એજબેસ્ટન બર્મિંગહામ ખાતે રમાશે. ભારતે આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. બીજી T20 ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતે (Team India) શ્રેણીની પ્રથમ મેચ 50 રને જીતી હતી. બીજી ટી20માં રિષભ પંત (Rishabh Pant) માટે પ્લેઈંગ 11માં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે. રિષભ પંત (Rishabh Pant), ઈશાન કિશન (Ishan Kishan) અને દિનેશ કાર્તિક (Dinesh Kartik) માં માત્ર બે ખેલાડીઓને પ્લેઈંગ 11માં તક મળી શકે છે.

ઇશાન કિશન ઇનિંગની શરૂઆત કરી શકે છે

બીજી T20 માટે ઘણા ભારતીય ખેલાડીઓ વાપસી કરી રહ્યા છે. જેમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને રિષભ પંતનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે બીજી ટી20માં રિષભ પંત અને દિનેશ કાર્તિક વિકેટકીપર તરીકે કોણ સ્થાન મેળવે છે. ઇશાન કિશન રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે. તેથી તેનું રમવું લગભગ નિશ્ચિત છે. પંતનું છેલ્લી કેટલીક ટી20 મેચોમાં પ્રદર્શન ખાસ રહ્યું નથી. આફ્રિકા શ્રેણી પણ તેની કેપ્ટનશીપમાં ડ્રો થઈ હતી.

પંતને ટીમમાં સ્થાન બનાવવુ સહેલું નહીં હોય

સાઉથ આફ્રિકા સામે તેણે 5 મેચમાં 29, 5, 6, 17 અને 1 અણનમ રનની ઇનિંગ રમી હતી. તો ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં જ્યાં પંતે પ્રથમ ઇનિંગમાં 146 અને બીજી ઇનિંગમાં 57 રન બનાવ્યા હતા. બીજી તરફ દિનેશ કાર્તિકે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આફ્રિકા શ્રેણીમાં દિનેશ કાર્તિક (Dinesh Kartik) એ અણનમ 1, 30 અણનમ, 6 અને 55 રનની ઇનિંગ રમી હતી. તો તેણે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 માં 11 રન બનાવ્યા હતા. ઈશાન કિશન (Ishan Kishan) પણ ભારત માટે વિકેટકીપિંગ વિકલ્પ છે. આવી સ્થિતિમાં પંત માટે બીજી T20માં પ્લેઈંગ 11માં જગ્યા બનાવવી આસાન નહીં હોય.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બીજી ટી20 માટે ભારતીય ટીમ આ પ્રમાણે છે

રોહિત શર્મા (સુકાની), ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, ઉમરાન મલિક.

Next Article