ENG vs IND: પાંચમી ટેસ્ટના બીજા દિવસે એજબેસ્ટનનું હવામાન કેવું રહેશે, જાણો અહીં

|

Jul 02, 2022 | 2:51 PM

Cricket : દિવસના પ્રથમ હાફમાં યજમાનોએ વર્ચસ્વ જમાવ્યું હતું. જ્યારે બીજા હાફમાં મુલાકાતી ટીમે ફાયદો ઉઠાવ્યો હતો. શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઇ ગયા.

ENG vs IND: પાંચમી ટેસ્ટના બીજા દિવસે એજબેસ્ટનનું હવામાન કેવું રહેશે, જાણો અહીં
Virat Kohli (PC: Twitter)

Follow us on

ઇંગ્લેન્ડ અને ભારત (ENG vs IND) વચ્ચે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે, બંને ટીમોને પિચમાંથી સમાન સમર્થન મળ્યું. દિવસના પ્રથમ હાફમાં યજમાનોએ વર્ચસ્વ જમાવ્યું હતું. જ્યારે બીજા હાફમાં મુલાકાતી ટીમે ફાયદો ઉઠાવ્યો હતો. અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને (James Anderson) બંને ઓપનર શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાને સસ્તામાં આઉટ કરીને પોતાની ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

દરેકને આ મેચમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) પાસેથી ઘણી આશાઓ હતી. કારણ કે તેણે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં તેણે શાનદાર બેટિંગ કરી હતી. તેણે આ સમયગાળા દરમિયાન ઘણી સદીઓ પણ ફટકારી હતી અને તેની પાસેથી એવા જ દેખાવની અપેક્ષા હતી. પરંતુ ટીમ ઇન્ડિયાની જર્સીમાં તેનું ખરાબ ફોર્મ અહીં પણ ચાલુ રહ્યું હતું. રોહિત શર્મા ટેસ્ટમાંથી બહાર થતાં પૂજારાએ બેટિંગની શરૂઆત કરવી પડી હતી.

ટોપ ઓર્ડરના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા બાદ બધાની નજર વિરાટ કોહલી પર હતી. કારણ કે ચાહકોને આશા હતી કે તે ટીમને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે. તેણે ઇનિંગ શરૂ કરતાની સાથે જ રમત રોકવી પડી હતી. વરસાદના કારણે કવર લાવવામાં આવ્યા હતા. પહેલા દિવસે વરસાદ પડવાની ધારણા હતી અને તે જ થયું અને તમામ ખેલાડીઓ મેદાન બહાર જતા રહ્યા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લાંબા વિરામ બાદ મેચ ફરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોહલીનું ખરાબ ફોર્મ અહીં પણ ચાલુ રહ્યું. મેથ્યુ પોટ્સ દ્વારા તેને જલ્દી જ આઉટ કરી દેવામાં આવ્યો અને તે જતાની સાથે જ સમગ્ર ભારતીય ટીમમાં નિરાશાનો માહોલ છવાઈ ગયો. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.

બીજા દિવસની રમત દરમિયાન હવામાન કેવું રહેશે?

ઈંગ્લેન્ડની સિઝનનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. પરંતુ આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવામાન બીજા દિવસે પણ તેની રમત રમશે. કારણ કે સ્થાનિક સમય અનુસાર સવારે 7:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી વરસાદની અપેક્ષા છે. Weather.com ના અહેવાલ મુજબ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના છે.

દિવસ વાદળછાયું રહેવાની શક્યતા છે. પરંતુ વરસાદ બાદ બપોરના 3 વાગ્યાની આસપાસ સુરજ આથમશે. રમતની શરૂઆતમાં ભેજ લગભગ 85% થી 89% રહેવાની ધારણા છે અને જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ તેમાં ઘટાડો થશે. પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ લાંબો સમય વરસાદ પડવાની સંભાવના છે.

Next Article