ENG vs IND: ઈંગ્લેન્ડે ભારત સામેની ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી, આ ખેલાડીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો

|

Jun 28, 2022 | 10:00 AM

Cricket : ભારત (Team India) સામેની ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ (England Cricket) ની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન સેમ બિલિંગ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ENG vs IND: ઈંગ્લેન્ડે ભારત સામેની ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી, આ ખેલાડીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો
England Cricket team (File Photo)

Follow us on

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ભારત (Team India) સામેની પાંચમી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. 15 સભ્યોની ટીમની કપ્તાની બેન સ્ટોક્સ (Ben Stokes) ના ખભા પર રહેશે. ટીમમાં ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને પણ જગ્યા મળી છે. જે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભાગ લઈ શક્યો ન હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ 1 જુલાઇથી શરૂ થઇ રહી છે.

ઈંગ્લેન્ડ અને ભારત (ENG vs IND) વચ્ચેની આ પાંચમી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે 1 થી 5 જુલાઈ દરમિયાન રમાવાની છે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-1 થી આગળ છે. ગયા વર્ષે ચાર ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમમાં કોરોના વાયરસના કેસ જોવા મળ્યા હતા. ત્યાર બાદ આ પાંચમી મેચ સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારત તરફથી કોઇ સુકાની પદ સંભાળશે તેને લઇને હાલ અનેક પ્રશ્નો થઇ રહ્યા છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

ઇંગ્લેન્ડની ટીમ હાલ ફુલ ફોર્મમાં

ઇંગ્લેન્ડ ટીમે સોમવારે જ ન્યુઝીલેન્ડ ટીમ સામેની ત્રીજી ટેસ્ટ જીતીને કીવીઓને 3-0 થી કચડી દીધું હતું. આવી સ્થિતિમાં ભારત સામે ટેસ્ટ સિરીઝ (Test Series) શરૂ થાય તે પહેલા ઈંગ્લેન્ડનો ઉત્સાહ ઘણો ઉંચો છે. હવે ઈંગ્લિશ ટીમ નવા કોચ અને કેપ્ટનના નેતૃત્વમાં આક્રમક ક્રિકેટ રમી રહી છે. હાલ ઇંગ્લેન્ડ ટીમના કોચ તરીકે બ્રેન્ડન મેક્કુલમ છે અને સુકાની તરીકે બેન સ્ટોક્સ જવાબદારી નીભાવી રહ્યો છે.

 

ન્યૂઝીલેન્ડ ટીમ સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણી પહેલા જ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ બ્રેન્ડન મેક્કુલમની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી હતી. તો જો રૂટ (Joe Root) એ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) ને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બંનેએ હવે થોડા મહિનામાં ઇંગ્લેન્ડ ટીમનું નસીબ બદલી નાખ્યું છે.

5 મી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમઃ

બેન સ્ટોક્સ (સુકાની), જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો, સેમ બિલિંગ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ફોક્સ, જેક લીચ, એલેક્સ લીજ, ક્રેગ ઓવરટન, જેમી ઓવરટોન, ઓલી પોપ, મેટી પોટ્સ, જો રૂટ.

Next Article