ECB એ પોતાના ટ્વિટર હેન્ડલ પર વિરાટ કોહલીની મજાક ઉડાવી, ભારતીય ચાહકો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પર ગુસ્સે થયા

|

Jul 06, 2022 | 2:04 PM

Cricket : ECBએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી વિરાટ કોહલી (Virat Kohli) ના ફોટો સાથે ઈમોજી શેર કરી. ત્યાર બાદ ભારતીય ચાહકો ગુસ્સે થઈ ગયા છે અને ટ્વિટર પર સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ECB એ પોતાના ટ્વિટર હેન્ડલ પર વિરાટ કોહલીની મજાક ઉડાવી, ભારતીય ચાહકો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પર ગુસ્સે થયા
Virat Kohli (PC: ECB)

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ છે. આ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. પરંતુ હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ના ઈમોજીને લઈને વિવાદ વધી ગયો છે. હકિકતમાં એજબેસ્ટન ટેસ્ટ પુરી થયા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ઇમોજી શેર કર્યું છે. ભારતીય ચાહકો આ ઈમોજી સામે પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યા છે અને તેને વિરાટ કોહલી (Virat Kohli) નું અપમાન માની રહ્યા છે.

ઇમોજી શેર કરી વિરાટ કોહલીનું ઉડાવ્યું મજાક

ઇંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરસ્ટોએ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. આ ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ જોની બેરસ્ટો એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલી સાથે મેદાન પરના વિવાદને કારણે સતત ચર્ચામાં રહે છે. ખરેખર ઈંગ્લેન્ડ ક્રિકેટે જોની બેયરસ્ટો અને વિરાટ કોહલીનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કોઈ કેપ્શન નથી. પરંતુ વિરાટ કોહલીને ઈશારામાં ટોણો મારવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Barmy Army એ વિરાટ કોહલી પર નિશાન સાધ્યું

આ સિવાય ઈંગ્લેન્ડ ક્રિકેટના પ્રશંસક જૂથ બાર્મી આર્મી (Barmy Army) એ પણ ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી (Virat Kohli) ની ઝાટકણી કાઢી હતી. ફોટો શેર કરતી વખતે બાર્મી આર્મીએ લખ્યું કે જોની બેયરસ્ટોએ છેલ્લા 25 દિવસમાં એટલા રન બનાવ્યા જેટલા વિરાટ કોહલી 18 મહિનામાં બનાવી શક્યા. આ સાથે બાર્મી આર્મીએ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

378નો લક્ષ્યાંક પણ ઓછો પડ્યો હતો

આ મેચના પ્રથમ સેશનમાં ખરાબ શરૂઆત છતાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. ત્યારપછી ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને માત્ર 284 રનમાં સમેટી દીધું અને 132 રનની લીડ મેળવી લીધી. મેચના ચોથા દિવસે જ્યારે બેટિંગ માટે સારી સ્થિતિ હતી ત્યારે ભારતીય બેટિંગ તેનો ફાયદો ઉઠાવી શકી ન હતી અને માત્ર 245 રન જ બનાવી શકી હતી. આમ છતાં ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે કોઈપણ મુશ્કેલી વિના હાંસલ કરી લીધો હતો. તેના માટે જો રૂટ અને જોની બેયરિસ્ટોએ શાનદાર સદી ફટકારી હતી.

Next Article