Duleep Trophy: સરફરાઝ ખાને સતત બીજી વાર ફાઈનલમાં જમાવી સદી, વેસ્ટ ઝોન મજબૂત સ્થિતીમાં

|

Sep 24, 2022 | 7:52 PM

સરફરાઝ ખાને (Sarfaraz Khan) ફરી એકવાર પોતાના બેટનો કમાલ દેખાડ્યો છે અને મહત્વની મેચમાં શાનદાર ઇનિંગ રમીને પોતાની ટીમને જીતના માર્ગ પર આગળ વધારી છે.

Duleep Trophy: સરફરાઝ ખાને સતત બીજી વાર ફાઈનલમાં જમાવી સદી, વેસ્ટ ઝોન મજબૂત સ્થિતીમાં
Sarfaraz Khan એ શાનદાર સદી નોંધાવી

Follow us on

ઘરેલુ સિઝનમાં પોતાના બેટથી ધમાલ મચાવનાર યુવા બેટ્સમેન સરફરાઝ ખાને (Sarfaraz Khan) ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી છે. આ જમણા હાથના બેટ્સમેને દુલીપ ટ્રોફી (Duleep Trophy) ની ફાઇનલમાં સદી ફટકારી છે. આ સદીના આધારે તેણે પશ્ચિમ ઝોનને મજબૂત સ્કોર આપ્યો, જેના કારણે દક્ષિણ ઝોન (West Zone Vs South Zone) સામે તેની જીત લગભગ નિશ્ચિત લાગી રહી છે. મેચના ચોથા દિવસે શનિવારની રમતના અંત સુધીમાં દક્ષિણ ઝોને 529 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં તેની છ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઝોને ચાર વિકેટના નુકસાને 585 રન બનાવી બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. સરફરાઝે અણનમ 127 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં આ યુવા બેટ્સમેને 178 બોલનો સામનો કર્યો અને 11 ચોગ્ગા ઉપરાંત બે છગ્ગા પણ ફટકાર્યા. તેની સાથે હેત પટેલ 51 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઇનિંગમાં તેણે 61 બોલનો સામનો કરીને સાત ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા સરફરાઝે મુંબઈ તરફથી રમતા રણજી ટ્રોફીની ફાઇનલમાં મધ્યપ્રદેશ સામે સદી ફટકારી હતી, પરંતુ આ મેચમાં મુંબઈનો પરાજય થયો હતો. પરંતુ દુલીપ ટ્રોફીની ફાઇનલમાં તેની સદીએ ટીમની જીત લગભગ નિશ્ચિત કરી દીધી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખૂબ કરી ધુલાઈ

વેસ્ટ ઝોને ચોથા દિવસની શરૂઆત ત્રણ વિકેટે 376 રનથી કરી હતી. યશસ્વી જયસ્વાલે 209 રન બનાવ્યા હતા અને સરફરાઝે 30 રનથી આગળ પોતાની ઇનિંગ લંબાવી હતી. જયસ્વાલ 265 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગમાં તેણે 323 બોલનો સામનો કર્યો અને 30 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. પરંતુ તે પછી વેસ્ટ ઝોને અન્ય કોઈ વિકેટ ગુમાવી ન હતી. ત્યારબાદ સરફરાઝે પોતાની સદી પૂરી કરી હતી અને હેત પટેલે અડધી સદી ફટકારી હતી.

 

દક્ષિણ ઝોનની બેટિંગ લથડી

દક્ષિણ ઝોનની શરૂઆત સારી રહી ન હતી. તેણે વારંવાર અંતરે પોતાની વિકેટ ગુમાવી. રોહન કુનુમલે એક છેડો જાળવી રાખ્યો અને સતત રન બનાવ્યા. પરંતુ તે પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો અને 93 રન બનાવીને આઉટ થયો હતો. રોહને 100 બોલનો સામનો કરીને 14 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. ટીમે પોતાની પ્રથમ વિકેટ મયંક અગ્રવાલના રૂપમાં ગુમાવી જેણે 14 રન બનાવ્યા.

કેપ્ટન હનુમા વિહારીએ એક રન બનાવ્યો હતો. બાબા ઈન્દ્રજીતે ચાર રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ 14 રનની ઇનિંગ રમી હતી. રિકી ભુઇ 13 રનથી આગળ વધી શક્યો નહોતો. આર સાઈ કિશોર અન્ય રવિ તેજા 8 રન બનાવીને રમી રહ્યો છે. વેસ્ટ ઝોન તરફથી જયદેવ ઉનડકટ, અતિત સેઠ, શમ્સ મુલાનીએ બે-બે વિકેટ લીધી હતી.

Published On - 7:51 pm, Sat, 24 September 22

Next Article