DPL 2021: ક્રિકેટ જગતની શરમજનક ઘટના, ફિલ્ડીંગ ભરતા ખેલાડીને અન્ય ક્રિકેટરે ઇંટ મારી

|

Jun 18, 2021 | 9:42 AM

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ DPL નુ આયોજન કરીને ફરી એકવાર શરમજનક સ્થિતીમાં મુકાવુ પડ્યુ છે. પહેલા શાકિબ અલ હસને (Shakib Al Hasan) અંપાયર સામે સ્ટંપ ને લાત મારી ઉખેડી ફેંક્યા હતા. હવે શબ્બીર રહેમાને (Sabbir Rahman) એવી હરકત કરી છે કે, DPL ના આયોજકોએ પણ નિચુ જોવુ પડ્યુ છે.

DPL 2021: ક્રિકેટ જગતની શરમજનક ઘટના, ફિલ્ડીંગ ભરતા ખેલાડીને અન્ય ક્રિકેટરે ઇંટ મારી
Sabbir Rahman

Follow us on

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ DPL નુ આયોજન કરીને ફરી એકવાર શરમજનક સ્થિતીમાં મુકાવુ પડ્યુ છે. પહેલા શાકિબ અલ હસને (Shakib Al Hasan) અંપાયર સામે સ્ટંપ ને લાત મારી ઉખેડી ફેંક્યા હતા. હવે શબ્બીર રહેમાને (Sabbir Rahman) એવી હરકત કરી છે કે, DPL ના આયોજકોએ પણ નિચુ જોવુ પડ્યુ છે. શબ્બીરે શેખ જમાલ ધમંડી ક્રિકેટ ક્લબ (Sheikh Jamal Dhanmandi Cricket Club )ની, ટીમના ખેલાડી ઇલીયાશ સન્ની (Elias Sunny) પર ઇંટ વડે હુમલો કરી દીધો હતો. સાથે જ જાતિવાદી ટીપ્પણીઓ કરી હતી.

આ પહેલા શાકિબ અલ હસનને એક જ મેચમાં બે વાર અશોભનીય કૃત્ય આચરવાને લઇને ત્રણ મેચનો પ્રતિબંધ ભોગવી રહ્યો છે. સાથે જ તેને 5 લાખ ટકા (બાંગ્લાદેશનુ નાણું) નો દંડ કર્યો હતો. DOHS સ્પોર્ટસ ક્લબ અને શેખ જમાલ ધનમંડી ક્રિકેટ ક્લબ વચ્ચે DPL ની મેચ રમા રહી હતી. ધનમંડી ક્રિકેટ ક્લબનો ખેલાડી ઇલિયાશ સન્ની ડીપ સ્કેવર પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. આ દરમ્યાન શબ્બીર રહેમાન બાઉન્ડ્રીની નજીક આવી પહોંચ્યો હતો. તેણે ઇંટ લઇને ઇલિયાશ સન્ની પર હુમલો કરી દીધો હતો. અને જાતિવાદી ટીપ્પણીઓ કરવા લાગ્યો હતો.

આ શરમજનક ઘટનાને લઇને ડીપીએલના આયોજકોને, મેદાન વચ્ચે હુમલાની ઘટનાથી નિચુ નાંખવાની સ્થિતી સર્જાઇ હતી. મેચ સમાપ્ત થયા બાદ શેખ જમાલ ધનમંડી ક્રિકેટ ક્લબ એ ઢાકા મેટ્રોપોલીસની ક્રિકેટ સમિતિને ફરીયાદ કરી હતી. પત્ર લખીને ફરીયાદ કરતા શબ્બીરને સજા કરવા માટે માંગ કરી હતી. જે ફરિયાદમાં જાતિવાદી ટીપ્પણીઓ કરવામાં આવી હોવાનો પણ શબ્બીર પર આરોપ લગાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

સન્ની એ કહ્યો ઘટના ક્રમ

ઘટના બાદ સન્નીએ કહ્યુ હતુ કે, આજની મેચમાં હું ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ત્યારે જ રુપગંજની ટીમ બસ BKSP 3 મેદાન પાસે આવી હતી. શબ્બીર આઉટફિલ્ડની બહાર થી મને કાલો કાલો કહી ને મને ચિડાવવા લાગ્યો હતો. મે તેને ત્રણ વખત પુછ્યુ કે, શુ તે ખુદ સમજી રહ્યો છે કે, તે શુ કહી રહ્યો છે.

જોકે તે તેમ કરતો જ રહ્યો હતો. મે પહેલા તો કોઇ પ્રતિક્રિયા નહોતી આપી. જોકે કેટલીક વાર પછી તેણે મારી પર પત્થર ફેંક્યો હતો. મેં આ વાતની ફરિયાદ અંપાયરને કરી હતી, મેચ કેટલીક વાર માટે રોકાઇ ગઇ હતી. મે આ અંગે મેચ રેફરીને પણ વાત કરી હતી.

શબ્બીર અને સન્નીની ક્રિકેટ કરિયર

બાંગ્લાદેશ વતી થી શબ્બીર રહેમાન 11 ટેસ્ટ મેચ, 66 વન ડે મેચ અને 44 T20 મેચ રમી ચુક્યો છે. શબ્બીર ના હુમલાનો પિડીત ઇલીયાશ સન્ની પણ બાંગ્લાદેશ ક્રિકેટનો ખેલાડી રહ્યો છે. સન્ની બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વતી થી 4 ટેસ્ટ મેચ અને 4 વન ડે રમી ચુક્યો છે. આ ઉપરાંત 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી ચુક્યો છે. શબ્બીર એ સન્ની પર હુમલો કર્યા પહેલા પણ 2018માં વિવાદમાં સપડાઇ ચુક્યો છે. તે વખતે તેમે સાઇટ સ્ક્રિન પાછળ જઇ એક કિશોરને માર માર્યો હતો.

Next Article