
Sanju Samson for Ravindra Jadeja in CSK : આઈપીએલ 2026 માટે ખેલાડીઓને રિટેન કરવાની ડેડલાઈન 15 નવેમ્બર છે પરંતુ આ પહેલા ટ્રેડ વિન્ડો પણ ખુલી છે. જેનો મતલબ એ થયો કે, ફ્રેન્ચાઈઝીઓ કેટલાક ખેલાડીઓની આપ-લે કરી શકે છે. એવો પણ એક રિપોર્ટ છે કે, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થવા જઈ રહ્યો ટ્રેડ આ વખતે ઈતિહાસ રચશે. આની પાછળ કારણ એ છે કે, આ બંન્ને ટીમો જે ખેલાડીને ટ્રેડ કરશે.ESPNcricinfoના રિપોર્ટ મુજબ, રાજસ્થાન રોયલ્સ સંજુ સેમસનના બદલામાં CSKના રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને બદલી શકે છે.
આઈપીએલની બે ફ્રેન્ચાઈઝી વચ્ચે થનારી અત્યાર સુધીની આ સૌથી મોટી ટ્રેડ ડીલ પર હજુ સુધી અધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ ટ્રેડ પર મોહર લાગી તો શું તે CSK માટે યોગ્ય રહેશે? શું સંજુ સેમસન માટે રવિન્દ્ર જાડેજાનું બલિદાન આપવું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોટી ભૂલ સાબિત થશે?
સંજુ સેમસનના આવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ લાઈન મજબુત જોવા મળશે. આ કેપ્ટનશીપનો એક વિકલ્પ પણ હશે. જે આગળ જઈને ધોનીનું સ્થાન લઈ શકે છે. પરંતુ આ પોઝિટિવ પોઈન્ટની સાથે એ ભૂલવું જોઈએ નહી કે, આઈપીએલમાં સીએસકેના હોમગ્રાઉન્ડ કયું છે. ત્યાં સંજુસેમસનનો રેકોર્ડ ટી20માં કેવો છે. સંજુ સેમસને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં અત્યારસુધી 11 ટી20 ઈનિગ્સ રમી છે. જેમાં તેમણે 12.18ની સરેરાશ અને 100.75ના સ્ટ્રાઈક રેટથી માત્ર 134 રન બનાવ્યા છે. ત્યારે તેનો બેસ્ટ સ્કોર 31 રન છે. મતલબ કે, ના સ્ટ્રાઈક રેટ સારો છે અને ના તો તેનું પ્રદર્શન.
એક પ્રશ્ન એ પણ થાય છે કે,ચેન્નાઈ સુપર કિંગ્સને ગ્રુપ સ્ટેજમાં 14માંથી ઓછામાં ઓછી 7 મેચ ચેપોકમાં રમવાની હશે. તો શું સેમસનના આ પ્રદર્શનની સાથે તે લીગમાં કઈ રીતે આગળ વધશે?
બીજી બાજુ રવિન્દ્ર જાડેજાની જો આપણે વાત કરીએ તો.. સીએસકેનો મોટો મેચ વિનર પણ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની સાથે 13 વર્ષ કાઢ્યા બાદ રવિનદ્ર્ જાડેજા પીળી જર્સીમાં સૌથી વધારે 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.આ સિવાય ચેપોક જે સીએસકેનું હોમ ગ્રાઉન્ડ છે. જ્યાં જાડેજાનું પરફોર્મન્સ જોઈએ તો બેટથી તેમમે સંજુ સેમસનના મુકાબલે સૌથી વધારે રન બનાવ્યા છે. આ સિવાય બોલથી વિકેટ પણ પીળી જર્સી માટે લીધી છે. ચેપોકની પિચ પર રવિન્દ્ર જાડેજાએ 55 ટી20મેચમાં 37 વિકેટ લીધી છે. જેમાંથી 54 મેચમાં તેમણે સીએસકે માટે રમી છે અને 35 વિકેટ લીધી છે. તેમણે બેટથી 55 ટી20 મેચમાં 518 રન બનાવ્યા છે.
આંકડાઓના આધારે, સંજુ સેમસનનું આગમન અને રવિન્દ્ર જાડેજાની વિદાય CSK માટે નફાકારક સોદો હોય તેવું લાગતું નથી. અલબત્ત, રાજસ્થાન રોયલ્સ રવિન્દ્ર જાડેજાની પહેલી IPL ફ્રેન્ચાઇઝી છે. જોકે, IPL 2022 દરમિયાન, તેણે પોતે સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી તે ક્રિકેટ રમશે ત્યાં સુધી તે CSK સાથે રહેશે. આવી સ્થિતિમાં, જો તે ટ્રેડ ડીલની મજબૂરીને કારણે રાજસ્થાન રોયલ્સ તરફ જાય છે, તો IPL 2026 માં તેના શ્રેષ્ઠ પ્રદર્શનની આગાહી કરવી મુશ્કેલ છે.