ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને મળશે 1 કરોડ રૂપિયા, BCCIએ IPL 2024 પહેલા આપ્યું ઈનામ

|

Mar 18, 2024 | 11:46 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગયા મહિને કેન્દ્રીય કરારની જાહેરાત કરી હતી, જેમાં કેટલાક નવા ખેલાડીઓને સ્થાન મળ્યું હતું, જ્યારે ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા હતા. હવે એક મહિના બાદ બોર્ડે ફરીથી આ યાદીમાં કેટલાક ફેરફાર કર્યા છે અને કેટલાક વધુ નામ ઉમેર્યા છે.

ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને મળશે 1 કરોડ રૂપિયા, BCCIએ IPL 2024 પહેલા આપ્યું ઈનામ
Dhruv Jurel & Sarfaraz Khan

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે અને દરેકની નજર તેના પર છે. આવી સ્થિતિમાં આગામી 2 મહિના સુધી તમામનું ધ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરથી હટશે. પરંતુ તે પહેલા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો નિર્ણય લીધો છે.

ધ્રુવ-સરફરાઝ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ

BCCIએ ગયા મહિને જ વર્તમાન આંતરરાષ્ટ્રીય સિઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. હવે બોર્ડે તેમાં થોડો ફેરફાર કર્યો છે અને બે ખેલાડીઓનો સમાવેશ કર્યો છે પરંતુ આ ઈશાન કે અય્યર નહીં પરંતુ ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન છે.

BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લીલી ઝંડી આપી

એક અહેવાલમાં જણાવ્યું છે કે BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ટીમ ઈન્ડિયાના આ બે નવા ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે કરારને મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય બોર્ડની આ બેઠક સોમવારે, 18 માર્ચના રોજ યોજાઈ હતી, જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સરફરાઝ-જુરેલના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 07-01-2025
સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા

ટેસ્ટ શ્રેણીમાં પદાર્પણનો ફાયદો

સરફરાઝ અને ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયા માટે સાથે ડેબ્યૂ કર્યું હતું. આ બંનેને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં તક મળી હતી. આ ટેસ્ટ સિરીઝમાં 5 ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જેમાંથી સરફરાઝ અને જુરેલને રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તક મળી હતી અને ત્યાર બાદ તેમના પ્રદર્શનના આધારે સિરીઝની છેલ્લી 3 ટેસ્ટ રમી હતી.આ બંનેને પાંચમી ટેસ્ટ મેચમાં પણ તક મળી હતી. ધર્મશાળામાં રમતા જ તેમનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ આવવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.
1 કરોડ રૂપિયા મળશે

C-ગ્રેડમાં સીધી એન્ટ્રી મેળવી

BCCIના રિટેનરશિપ નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી કોન્ટ્રાક્ટ વર્ષમાં 3 ટેસ્ટ અથવા 8 ODI અથવા 10 T20 ઈન્ટરનેશનલ મેચ રમે છે તો તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળે છે. ધ્રુવ અને સરફરાઝે આ શરત પૂરી કરી અને C-ગ્રેડમાં સીધી એન્ટ્રી મેળવી. બોર્ડના 4 ગ્રેડમાં આ ગ્રેડ સૌથી નીચો છે, પરંતુ આમાં આવતા ખેલાડીઓને પણ વર્ષે 1 કરોડ રૂપિયા મળે છે. ધ્રુવ અને સરફરાઝને પણ આ રકમ મળશે.

આ પણ વાંચો : શું હાર્દિક પંડ્યા સૌથી મજબૂત ટીમ બનાવવા માટે આ 14 ખેલાડીઓની બાદબાકી કરશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article