MS Dhoni એ ટેનિસ ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું, જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યો
ધોની (MS Dhoni )એ રાંચીમાં આયોજિત JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ રમી હતી. આ પહેલા રાઉન્ડની મેચ હતી, જેમાં ધોનીએ મેચ જીતી હતી.

ક્રિકેટની ટીમ ઈન્ડિયા તો હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટી 20 વર્લ્ડકપ જીતવાના મિશન પર છે. MS Dhoni તેના હોમટાઉન રાંચીમાં છે અને એક ટેનિસ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. ધોનીના ચાહકો માટે સારી વાત એ છે કે, તેમણે ક્રિકેટની જેમ પોતાની ગાડી જીતની સાથે આગળ વધારી છે. ભારતીય ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાંચીમાં ચાલી રહેલ JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે.
ટેનિસના રેકેટ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો
સૌ લોકો જાણે છે કે, ક્રિકેટ સિવાય આ રમત ધોનીની પસંદગીમાં સામેલ છે. તે ટેનિસના રેકેટ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પરંતુ ધોનીની ટેનિસ સાથે જોડાયેલા અહેવાલો તેની પ્રેક્ટિસ જ નહિ પરંતુ ટૂર્નામેન્ટમાં મેચ જીતવા સાથે છે.
JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં ધોનીએ પ્રથમ રાઉન્ડમાં આ મેચ જીતી
રાંચીમાં આયોજીત JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં ધોનીએ પ્રથમ મેચ 8 નવેમ્બરના રોજ રમી હતી. આ પ્રથમ મેચમાં ધોનીએ જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, ધોનીને આ ટૂર્નામેન્ટની સિંગ્લ નહિ પરંતુ ડબલ્સની ઈવેન્ટમાં ભાગ લીધો છે. ડબલ્સ ઈવેન્ટમાં ધોનીનો પાર્ટનર સુમિત કુમાર બજાજ હતા.
@msdhoni competing at the JSCA Tennis Tournament in Ranchi. He along with his partner Sumeet Kumar Bajaj won their first doubles match on Tuesday. The second round of matches will be held tomorrow pic.twitter.com/HGYHFck30N
— firoz mirza (@scribefiroz237) November 8, 2022
બીજા રાઉન્ડમાં પહોંચ્યો ધોની
ધોની અને સુમિતની જોડીએ JSCA ટેનિસ ટૂર્નામેન્ટની ડબલ્સ ઈવેન્ટમાં પ્રથમ રાઉન્ડની આ મેચ જીતી લીધી છે હવે તેની નજર બીજા રાઉન્ડ જીતવા પર છે ધોની અને સુમિત બીજી રાઉન્ડ 9 નવેમ્બરના રોજ રમાશે.કન્ટ્રી ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પાર્ટનર સુમિત બજાજ સાથે શાનદાર રમત બતાવી અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 9-0થી જીતી લીધી. ધોનીએ આજે ટેનિસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને મેચમાં ક્યાંય પણ વિરોધી ટીમને જીતવાની તક આપી ન હતી.