AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPS અધિકારી પર MS Dhoni એ કેસ માંડ્યો, કોર્ટના હુકમની વિરુદ્ધમાં નિવેદન પર ભર્યુ પગલુ

IPS અધિકારી સંપત કુમારે 2013ના IPL સ્પોટ-ફિક્સિંગ અને સટ્ટાબાજીના કેસની તપાસ માટે જસ્ટિસ મુદગલ કમિટીના અહેવાલ અંગે કથિત વાંધાજનક નિવેદનો કર્યા હતા.

IPS અધિકારી પર MS Dhoni એ કેસ માંડ્યો, કોર્ટના હુકમની વિરુદ્ધમાં નિવેદન પર ભર્યુ પગલુ
MS Dhoni એ IPS અધિકારી સામે કરી કાર્યવાહી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 10:38 AM
Share

2013ના IPL સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કૌભાંડે સમગ્ર ભારતીય ક્રિકેટને હચમચાવી નાખ્યું હતું. આ મામલામાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ પણ ફસાયેલી હતી કારણ કે તેના કેટલાક અધિકારીઓ સટ્ટાબાજીમાં દોષી હોવાનું જણાયું હતું. ભલે આ મામલો હવે ભૂતકાળની વાત છે, પરંતુ ફરી એકવાર તે ચર્ચામાં આવી ગયો છે કારણ કે ધોનીએ આ મામલે તેમની નિવેદનબાજી માટે એક IPS અધિકારી વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ભૂતપૂર્વ અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન ધોનીએ આ મામલે કથિત રૂપે નિવેદન આપવા બદલ IPS અધિકારી જી સંપત કુમાર વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટ, મદ્રાસ હાઈકોર્ટ અને કેટલાક વરિષ્ઠ વકીલોને સમન્સ જારી કર્યા છે. હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. કોર્ટે શુક્રવારે આ મામલો લિસ્ટ કર્યો હતો પરંતુ તેની સુનાવણી થવાની બાકી છે.

2014માં કોર્ટે નિવેદનબાજી પર પ્રતિબંધ મૂક્યો હતો

ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ધોનીએ 2014માં તત્કાલિન પોલીસ મહાનિરીક્ષક (આઈજી) સંપત કુમારને મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગમાં તેમના (ધોની) સંબંધિત કોઈપણ નિવેદન આપવાથી રોકવા માટે સિવિલ દાવો દાખલ કર્યો હતો. તેણે કોર્ટને નુકસાની તરીકે 100 કરોડ રૂપિયાની ચૂકવણીનો નિર્દેશ આપવાની પણ વિનંતી કરી હતી. ત્યારબાદ કોર્ટે 18 માર્ચ, 2014ના રોજ એક વચગાળાનો આદેશ પસાર કર્યો હતો, જેમાં સંપત કુમારને ધોની વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવા પર રોક લગાવી હતી.

IPS અધિકારીએ લગાવ્યા આક્ષેપ

આ હોવા છતાં, સંપત કુમારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં ન્યાયતંત્ર અને તેમની સામે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. લાઈવલો.કોમ ના એક અહેવાલ મુજબ, સંપતે કથિત રીતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ મુદગલ કમિટીના ભાગોને સીલબંધ રાખવાનો નિર્ણય લીધો હતો અને તે વિશેષ તપાસ ટીમને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો ન હતો.

શું હતો સ્પોટ-ફિક્સિંગ-સટ્ટાબાજીનો મામલો?

મેચ ફિક્સિંગનો વિવાદ 2013માં સામે આવ્યો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચવ્હાણ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. તેની તપાસ બાદ સટ્ટાબાજીની બાબતો પણ સામે આવી હતી, જેમાં રાજસ્થાનના તત્કાલીન સહ-માલિક રાજ કુન્દ્રા અને ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કેસોની સ્વતંત્ર તપાસ માટે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિવૃત્ત જસ્ટિસ મુદગલના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેની ભલામણ બાદ રાજસ્થાન અને ચેન્નાઈને બે-બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">