AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાંચીમાં મર્સિડીઝ ચલાવતો જોવા મળ્યો ધોની, કારનો નંબર જોઈને ચાહકો ચોંકી ગયા!

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ને કારનો કેટલો શોખ છે તે દરેક વ્યક્તિ જાણે છે. ધોની પાસે ઘણી બાઇક અને કારનું કલેક્શન છે , તેની પાસે બાઈકનું પણ સારું એવું કલેક્શન છે.ક્રિકેટરના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.

રાંચીમાં મર્સિડીઝ ચલાવતો જોવા મળ્યો ધોની, કારનો નંબર જોઈને ચાહકો ચોંકી ગયા!
| Updated on: Nov 30, 2023 | 12:49 PM
Share

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયાથી દુર છતા તે લાઈમલાઈટમાં રહે છે. ધોની પોતાના ખાસ અંદાજના કારણે ચાહકોનું દિલ જીતી લે છે. તેનો વીડિયો ચાહકોને ખુબ પસંદ પણ આવતો હોય છે. ધોનીનો ચાહકો માટે પ્રેમ પણ જોવા મળતો હોય છે. પૂર્વ ભારતીય કેપ્ટન રાંચીમાં મર્સિર્ડીસ જી ક્લાસ ચલાવતા જોવા મળ્યો હતો.

માહીની કારનો નંબર ‘0007’ છે

હાલમાં જ ધોનીના ઘરે એક નવી બ્લેક મર્સિડીઝ કાર આવી છે, જેને ધોની રાંચીના રસ્તાઓ પર ચલાવતો જોવા મળે છે. કાળા રંગની SUV મર્સિડીઝની કિંમત લગભગ 3.3 કરોડ રૂપિયા છે, જેના વાહન નંબર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માહીની કારનો નંબર ‘0007’ છે, જેને ફેન્સ તેની જર્સીના નંબર 7 સાથે જોડી રહ્યા છે.

આ પહેલા પણ ધોનીનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં માહી એક ચાહકની બાઈક પોતાની ટી શર્ટથી સાફ કરતો જોવા મળ્યો હતો. તેની સાદગી જોઈને ચાહકો દિવાના થયા હતા.

ધોની પાસે પહેલાથી જ છે આ કાર કલેક્શન

G63 AMG સિવાય ધોનીની પાસે જીપ ગ્રેન્ડ ચેરોકી ટ્રૈકહૉક, લેન્ડ રોવર ડિફેન્ડર, લેન્ડ રોવરની અન્ય પણ ગાડી છે. આ સાથે એક્સ લેન્ડર ગ્રિલ પણ છે. તેની પાસે એક નિસાન 4E73 પિક-અપ ટ્રક પણ છે. ધોની આઈપીએલમાં આ વખતે પણ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. ધોનીનો જર્સી નંબર 7 છે. ત્યારે ગાડી સાથે ખાસ કનેક્શન જોવા મળી રહ્યું છે.

ક્રિકેટરના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જેમાં ધોની કાર કે પછી તેની બાઈકમાં સવારી કરતો રસ્તા પર જોવા મળે છે.IPL-2024ની આગામી સિઝનમાં પણ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. તેણે ઓગસ્ટ 2020માં માત્ર IPLમાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતુ.

આ પણ વાંચો : હરાજીમાં આ ભારતીય ખેલાડી પર થઈ શકે છે નોટોનો વરસાદ, ધોનીએ બનાવ્યો સ્ટાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">