IPL 2024 : ફેન્સ દ્વારા સતત ટ્રોલિંગ અને નફરત મળી છતાં હાર ન માની, બુમરાહને પછાડી બન્યો સિઝનનો નંબર-1 બોલર આ ગુજ્જુ ખેલાડી

|

May 16, 2024 | 5:59 PM

2021ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રેકોર્ડ 32 વિકેટ લીધી અને પર્પલ કેપ જીતી. ત્યાર પછીની સિઝન સારી ન રહી અને બેંગલુરુએ તેને છોડી દીધો, જે બાદ પંજાબ કિંગ્સે તેને ખરીદ્યો અને આ માટે ફ્રેન્ચાઈઝીની સાથે તેને પણ ભારે ટ્રોલ કરવામાં આવ્યો. આવી નફરત છતાં હાર ન માની અને સૌથી વધુ વિકેટ લઈ યોગ્યતા સાબિત કરી આ ખેલાડી બન્યો IPL 2024નો નંબર-1 બોલર.

IPL 2024 : ફેન્સ દ્વારા સતત ટ્રોલિંગ અને નફરત મળી છતાં હાર ન માની, બુમરાહને પછાડી બન્યો સિઝનનો નંબર-1 બોલર આ ગુજ્જુ ખેલાડી
harshal patel

Follow us on

IPL 2024ના લીગ તબક્કાની મેચો હવે પૂરી થવાની છે. આગામી 3 દિવસમાં પણ ટીમોની 14-14 મેચો પૂર્ણ થશે અને તે સ્પષ્ટ થઈ જશે કે કઈ ટીમો પ્લેઓફમાં ટકરાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ અહીં પહોંચી ચૂકી છે, હવે સવાલ બાકીની ટીમોનો છે. પ્લેઓફ મેચોમાં તે ખેલાડીઓ રમતા જોવા મળશે જેઓ આ સિઝનમાં પ્રભાવશાળી રહ્યા છે, પરંતુ આમાં એક બોલર એવો જેને સતત ટ્રોલિંગ અને નફરતનો સામનો કરવા પડ્યો છે, છતાં તેના બોલે બેટ્સમેનોને છેતર્યા છે અને તેણે સૌથી વધુ વિકેટ પણ લીધી છે. આ ખેલાડી છે- હર્ષલ પટેલ.

હર્ષલને નફરતનો સામનો કરવો પડ્યો

હર્ષલ પટેલે IPL 2021 સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રેકોર્ડ 32 વિકેટ લઈને ‘પર્પલ કેપ’ જીતી હતી. ત્યારથી, ઘણા ચાહકો અને કોમેન્ટેટર્સ તેમને પ્રેમથી ‘પર્પલ પટેલ’ તરીકે બોલાવવા લાગ્યા. જો કે તેની આગામી બે સિઝન ઘણી ખરાબ રહી. આ દરમિયાન તે ટીમ ઈન્ડિયામાં પણ જોવા મળ્યો હતો પરંતુ કોઈ પ્રભાવ પાડી શક્યો નહોતો. આ જ કારણ હતું કે 2024ની સિઝન પહેલા RCBએ તેને રીલીઝ કરી દીધો હતો, ત્યારબાદ પંજાબ કિંગ્સે તેના પર મોટી રકમ ખર્ચી હતી, જેના પછી પંજાબને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો અને હર્ષલને નફરતનો સામનો કરવો પડ્યો હતો.

જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
Sofa Cleaning Tips: સોફા સાફ કરવાની સૌથી સહેલી ટ્રિક તમે જાણો છો ?

હર્ષલે બોલિંગમાં આપ્યો જવાબ

ઘણા રન આપવા બદલ તેની ઘણી વખત ટીકા થઈ હતી અને તેને ચાહકોની નફરતનો પણ સામનો કરવો પડ્યો હતો. IPL 2024 ની શરૂઆતની મેચોમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને દેખીતી રીતે તે દરેકના નિશાના પર હતો પરંતુ IPLના લીગ સ્ટેજના અંત સાથે તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે દિગ્ગજ ભારતીય ઝડપી બોલર બુમરાહને પણ પાછળ છોડી દીધો છે. હર્ષલ પટેલે અત્યાર સુધી 13 મેચમાં 19.45ની એવરેજથી સૌથી વધુ 22 વિકેટ લીધી છે. જ્યારે બુમરાહે 13 મેચમાં 15.55ની એવરેજથી 20 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : શું IPLમાં MS ધોનીનો જાદુ હજુ 2 વર્ષ સુધી જોવા મળશે ? ‘થાલા’ના ખાસ મિત્રે કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article