AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chaharચોકલેટી લૂકના બદલે એકદમ અલગ જ અંદાજમાં દેખાયો, સાક્ષી ધોનીની ‘ખતરનાક’ કોમેન્ટ

પોતાની ક્યૂટ સ્માઇલ અને ચોકલેટી લુક માટે મશહૂર દિપક ચાહરે ઇન્સ્ટાગ્રામ પર બે તસ્વીરો શેર કરી હતી. જેમાં તે એકદમ અલગ જ અંદાજમાં નજર આવ્યો હતો. તેના આ અંદાજને લઇને ધોનીની પત્નિ સાક્ષી ધોની (Sakshi Dhoni) એ પણ કોમેન્ટ કરી હતી.

Deepak Chaharચોકલેટી લૂકના બદલે એકદમ અલગ જ અંદાજમાં દેખાયો, સાક્ષી ધોનીની 'ખતરનાક' કોમેન્ટ
Deepak Chahar-Sakshi Dhoni
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 09, 2021 | 7:23 PM
Share

ટીમ ઈન્ડીયા (Team Indi)ના ઝડપી બોલર દીપક ચાહર (Deepak Chahar) હટકે લુકમાં જોવા મળ્યો છે. આમ તો દીપક ચાહર એક દમ ચોકલેટી દેખાતો હોય છે, જેને લઈને તેના ફોલોઅર્સમાં યુવતીઓ વધારે છે. પોતાની ક્યૂટ સ્માઈલ અને ચોકલેટી લુક માટે મશહૂર દિપક ચાહરે ઈન્સ્ટાગ્રામ પર બે તસ્વીરો શેર કરી હતી. જેમાં તે એકદમ અલગ જ અંદાજમાં નજર આવ્યો હતો. તેના આ અંદાજને લઈને ધોનીની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni)એ પણ કોમેન્ટ કરી હતી.

ચોકલેટી દેખાતો દિપકે નવા હેરકટ કરી ગઝની લૂક બનાવ્યો છે. જાણીતી ફિલ્મ ગઝની (Ghajini)માં આમિર ખાન (Amir Khan) જે ખતરનાક લૂકમાં જોવા મળ્યો હતો. દિપકે પણ હૂબહૂ એવો જ દેખાવાનો પ્રયાસ કર્યો હોય એમ લાગે છે. દિપક ચાહરે નવા લૂકની બે જુદી જુદી તસ્વીરો શેર કરી હતી.

દિપક ચાહરે બંને તસ્વીરો શેર કરતા લખ્યુ હતુ કે નવો લૂક. આપને વધારે પસંદ કયો ફોટો આવ્યો? હું કોઈ એક તસ્વીર સિલેક્ટ નથી કરી શક્યો. માટે જ બંને તસ્વીરો શેર કરી રહ્યો છુ. દિપકની તેની આ તસ્વીર તેની બહેન માલતીએ ક્લીક કરી હતી. જે તસ્વીર માટે દિપકે તેનો પણ આભાર માન્યો હતો. દિપક IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ વતીથી રમે છે.

ચાહરની તસ્વીર પર કોમેન્ટ કરતા સાક્ષી ધોનીએ લખ્યુ હતુ, Fierce (ખતરનાક) લૂક દિપક. દિપક ચાહરે અત્યાર સુધી એક વાર પણ ટેસ્ટ ક્રિકેટ નથી રમી. તે વન ડે અને T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરી ચુક્યો છે. દિપકે ભારત તરફથી ત્રણ વન ડે અને 13 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જૂલાઈમાં શ્રીલંકા સામેની વન ડે અને T20 શ્રેણી માટે તે ટીમમાં પરત ફરે એમ મનાય છે.

આ પણ વાંચો: Cricket : જાણો છો ? એક શતક લગાવવા પર બેટ્સમેનને કેટલા રુપિયાનું ઇનામ BCCI ચુકવે છે !

g clip-path="url(#clip0_868_265)">