T20 World Cup: ડેરેલ મિશેલના પિતાની શિખને ન્યુઝીલેન્ડ સલામ કરે છે, ધોની અને રોહિત શર્માના કારણે ચર્ચામાં રહ્યો હતો કિવી ક્રિકેટર

|

Nov 11, 2021 | 9:03 AM

ન્યૂઝીલેન્ડ (New Zealand) ના ઓલરાઉન્ડર ડેરેલ મિશેલે (Daryl Mitchell) T20 World Cup 2021ની પ્રથમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે અણનમ 72 રન ફટકારીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.

T20 World Cup: ડેરેલ મિશેલના પિતાની શિખને ન્યુઝીલેન્ડ સલામ કરે છે, ધોની અને રોહિત શર્માના કારણે ચર્ચામાં રહ્યો હતો કિવી ક્રિકેટર
MS Dhoni-Daryl Mitchell

Follow us on

4 સિક્સર…4 ફોર…47 બોલ અને 72 રન અણનમ. આ તે ખેલાડીની બેજોડ ઇનિંગ છે, જેને ન્યૂઝીલેન્ડ (New Zealand) નો દરેક નાગરિક આજે સલામ કરી રહ્યો છે. આ બેટ્સમેનનો ધમાકો છે જેની ગૂંજ આજે વિશ્વ ક્રિકેટમાં સંભળાઈ રહી છે. નામ છે ડેરેલ મિશેલ (Daryl Mitchell), જેણે પોતાની ધમાકેદાર ઇનિંગ્સના જોરે ઇંગ્લેન્ડ (England) જેવી ટીમને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધી.

ડેરેલ મિશેલે T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે અણનમ 72 રન ફટકારીને ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી જીતવામાં મદદ કરી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે અને હવે તે પોતાના પ્રથમ T20 વર્લ્ડ ચેમ્પિયન ટાઈટલથી માત્ર એક ડગલું દૂર છે.

ન્યુઝીલેન્ડની વાત કરવામાં આવે તો આપણે ઘણીવાર કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ, માર્ટિન ગુપ્ટિલ, ટિમ સાઉથીના નામ સાંભળીએ છીએ, પરંતુ ટી20 વર્લ્ડ કપ 2021માં ડેરેલ મિશેલનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે. દબાણથી ભરેલી મેચમાં મિશેલે જે પ્રકારનો સંયમ દાખવ્યો તે ખરેખર પ્રશંસનીય છે.ડેરેલ મિશેલને તેના પિતાના દબાણમાં સારું પ્રદર્શન કરવાની આ કળા મળી હતી. તમને ડેરેલ મિશેલની વાર્તા જણાવીએ જે બહુ ઓછા ક્રિકેટ ચાહકોને ખબર હશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

ડેરેલ મિશેલની ક્રિકેટર બનવાની કહાની

ડેરેલ મિશેલ હેમિલ્ટનમાં ઉછર્યો હતો અને, ન્યુઝીલેન્ડના દરેક બાળકની જેમ, શિયાળામાં રગ્બી અને ઉનાળામાં ક્રિકેટ રમતો હતો. પરંતુ અહીં એક વસ્તુ અન્ય કરતા તદ્દન અલગ હતી. ડેરેલ મિશેલ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ રગ્બી ખેલાડી અને પ્રખ્યાત કોચ જોન મિશેલનો પુત્ર છે. ડેરેલ મિશેલ બાળપણથી જ રગ્બી વાતાવરણમાં રહ્યો છે.

તે ન્યુઝીલેન્ડના દિગ્ગજ રગ્બી ખેલાડીઓ સાથે પણ તાલીમ લેતો હતો. મિશેલ રગ્બી રમતો હતો, પરંતુ તેનો પહેલો પ્રેમ ક્રિકેટ હતો. તેના ક્રિકેટર બનવાની સાચી શરૂઆત 18 વર્ષની ઉંમરે થઈ હતી. મિશેલને તેની હાઈસ્કૂલ રગ્બી ટીમમાં જોડાવાની તક મળી, પરંતુ તેણે ક્રિકેટ પસંદ કર્યું અને ત્યારથી મિશેલનું જીવન બદલાઈ ગયું.

ડેરેલ મિશેલે ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને T20 ક્રિકેટમાં તે એક ખાસ ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો અને 2019માં આ ખેલાડીએ ભારત સામે ટી20માં ડેબ્યુ કર્યું હતું. ડેરેલ મિશેલ માટે પ્રથમ બે T20 મેચ સરેરાશ હતી. તે બેટથી વહેલો આઉટ થયો અને બે મેચમાં યુઝવેન્દ્ર ચહલ અને વિજય શંકરને વિકેટ મળી હતી.

પરંતુ ત્રીજી T20 મેચમાં આ ખેલાડીએ દુનિયાને જાણ કરી હતી. હેમિલ્ટનમાં રમાયેલી ટી-20 મેચમાં ડેરેલ મિશેલે રોહિત શર્મા (Rohit Sharma) અને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) જેવા મોટા ખેલાડીઓની વિકેટ લીધી હતી. મિશેલની આ વિકેટોના આધારે ન્યૂઝીલેન્ડે માત્ર 4 રનથી મેચ જીતી લીધી હતી.

ડેરેલ મિશેલ ન્યૂઝીલેન્ડની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમવાનું ચાલુ રાખ્યું. તેને ડેથ ઓવરોમાં બોલિંગ કરવાનું પસંદ હતું અને તેણે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું, પરંતુ T20 વર્લ્ડ કપ 2021 માટે કિવી ટીમે મિશેલને નવી જવાબદારી સોંપી હતી.

 

પુત્રની રમત જોવા પિતા પણ અબુ ધાબી પહોંચ્યા હતા

મિશેલને ઓપનર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો અને તેણે પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે 27 રન બનાવીને સારા સંકેત આપ્યા હતા. જો કે ટીમ મેચ હારી ગઈ હતી, પરંતુ મિશેલે ત્યારબાદ ભારત સામે 49 રન બનાવી ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી. સ્કોટલેન્ડ, નામિબિયા અને અફઘાનિસ્તાન સામે સારી શરૂઆત હોવા છતાં મિશેલ આઉટ થયો હતો પરંતુ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં આવી હતી.

ડેરેલ મિશેલે 49 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. આ તેની T20 કારકિર્દીની પ્રથમ અડધી સદી હતી અને ન્યુઝીલેન્ડ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ્યું હતું. આશ્ચર્યજનક રીતે, ડેરેલ મિશેલના પિતાએ તેને પોતાની આંખોથી હીરો બનતા જોયો. ડેરેલ મિશેલના પિતા આ મેચ જોવા ન્યૂઝીલેન્ડથી અબુ ધાબી પહોંચ્યા હતા અને તેમના પુત્રએ તેમને અને તેમના દેશના ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા ન હતા.

 

આ પણ વાંચોઃ World Boxing Championship: મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ સ્થગિત કરી દેવાઇ કોવિડ-19 ની પરીસ્થિતીને લઇ આયોજન રોકી દેવાયુ

 

આ પણ વાંચોઃ PAK vs AUS, T20 World Cup, 2nd SF, LIVE Streaming: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સેમિફાઇનલ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

 

Published On - 8:56 am, Thu, 11 November 21

Next Article