CWG 2022: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનુ એલાન, હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં 29 જુલાઈથી અભિયાન થશે શરુ

|

Jul 11, 2022 | 11:17 PM

કોમનવેલ્થ ગેમ્સ (CWG)માં 24 વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઈ રહી છે અને તેમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવી મોટી ટીમો પણ સામેલ છે.

CWG 2022: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનુ એલાન, હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં 29 જુલાઈથી અભિયાન થશે શરુ
Harmanpreet Kaur ટીમનુ સુકાન સંભાળશે

Follow us on

બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) સોમવાર, 11 જુલાઈએ ગેમ્સ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી, જેનું નેતૃત્વ સ્ટાર ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌર કરશે. 27 જુલાઇથી શરૂ થનારી રમતોમાં 24 વર્ષ બાદ ક્રિકેટ વાપસી કરી રહ્યું છે અને પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ભારત ઉપરાંત વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, યજમાન ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સહિત કેટલીક મોટી ટીમો ટી20 ફોર્મેટની મેચોમાં ભાગ લઈ રહી છે.

આ ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમમાં આશ્ચર્યજનક કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. શ્રીલંકા સામે તાજેતરની T20 અને ODI શ્રેણીમાં રમનારા ખેલાડીઓને જ તક આપવામાં આવી છે. જોકે, આક્રમક યુવા વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને 15 સભ્યોમાં સ્થાન મળ્યું ન હતું, જે થોડું ચોંકાવનારું હતું. તેની જગ્યાએ તાનિયા ભાટિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેણે અત્યાર સુધી T20 કારકિર્દીમાં માત્ર 94ના સ્ટ્રાઈક રેટ અને 9ની એવરેજથી રન બનાવ્યા છે. જોકે, ટીમમાં યાસ્તિકા ભાટિયા પણ છે, જે વિકેટકીપિંગની જવાબદારી સંભાળે તેવી શક્યતા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં વાઇસ-કેપ્ટન અને અનુભવી બેટ્સમેન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઉપરાંત, એસ મેઘના પણ છે, જેણે તાજેતરના સમયમાં આ ફોર્મેટમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. જો કે, તે અને શેફાલીને પ્લેઈંગ ઈલેવનમાં એકસાથે સ્થાન મળે છે કે નહીં તે જોવું રહ્યું. તેના સિવાય જેમિમા રોડ્રિગ્ઝને પણ 2020 T20 વર્લ્ડ કપ પછી પ્રથમ મોટી ટૂર્નામેન્ટમાં તક આપવામાં આવી છે. માર્ચ-એપ્રિલમાં યોજાયેલા મહિલા ODI વર્લ્ડ કપમાં તેણીને સ્થાન મળ્યું ન હતું, પરંતુ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન તે પરત ફરી અને પ્રભાવિત થઈ.

CWG 2022 માટે ભારતીય ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમા રોડ્રિગ્ઝ, શેફાલી વર્મા, એસ મેઘના, તાનિયા ભાટિયા (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, મેઘના સિંહ, રેણુકા સિંહ, રાધા યાદવ, હરલીન દેઓલ અને સ્નેહ રાણા.

સ્ટેન્ડબાયઃ સિમરન દિલ બહાદુર, રિચા ઘોષ, પૂનમ યાદવ

Published On - 11:08 pm, Mon, 11 July 22

Next Article