ટીમ ઈન્ડિયાનો નવો વાઈસ કેપ્ટન શુભમન ગિલ IPLમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે તેની ટીમ વેચાવાની છે. હાલમાં તેની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સ પાસે છે. CVC કેપિટલે 2021માં આ ફ્રેન્ચાઈઝી $745 મિલિયન એટલે કે રૂ. 5625 કરોડમાં ખરીદી હતી.
હવે ત્રણ વર્ષ બાદ CVC કેપિટલ તેને વેચવા માંગે છે. એક અહેવાલ અનુસાર, આ માટે તેમણે અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ સાથે વાત કરી છે. જો બંને વચ્ચે ડીલ ફાઈનલ થઈ જાય તો ગૌતમ અદાણી IPLમાં મુકેશ અંબાણીને ટક્કર આપતા જોવા મળી શકે છે.
Everything isn’t going great with the Gujarat Titans team.
CVC Capitals that owns the team wants to sell the Team Stakes despite getting good returns from IPL considering It’s been just 2 years!!
Adani Group is likely to eye the Owner’s berth yet again this time!#IPL2025 pic.twitter.com/Z78tSRUzXI
— Hustler (@HustlerCSK) July 19, 2024
જ્યારે CVC કેપિટલએ 2021માં ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝી ખરીદી ત્યારે તેની કિંમત $745 મિલિયન એટલે કે રૂ. 5625 કરોડ હતી. ત્રણ વર્ષ દરમિયાન તેની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે અને અંદાજિત કિંમત હાલમાં 1 થી 1.5 અબજ ડોલર આંકવામાં આવી રહી છે. જો અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ વચ્ચેની વાટાઘાટો CVC કેપિટલ સાથે થાય છે, તો તેમને આ માટે લગભગ રૂ. 8366 કરોડથી રૂ. 12550 કરોડ ચૂકવવા પડી શકે છે.
Gautam Adani is looking forward to owning the majority share in Gujarat Titans.
Adani Group and Torrent Group are considering expanding in the IPL.Adani Group & Torrent Group are in negotiations with CVC Capital Partners to acquire a controlling stake in the Gujarat Titans(ET). pic.twitter.com/Sgjc7RV5YV
— Sujeet Suman (@sujeetsuman1991) July 19, 2024
BCCIએ IPLમાં કેટલાક નિયમો બનાવ્યા છે, જેના હેઠળ તે નવી ફ્રેન્ચાઈઝીને તેમના શેર વેચતા અટકાવે છે. આ માટે તે દરેક નવી ફ્રેન્ચાઈઝી પર લોક-ઈન પીરિયડ રાખે છે. ગુજરાત ટાઈટન્સનો આ સમયગાળો ફેબ્રુઆરી 2025માં પૂરો થશે, ત્યારબાદ ડીલ ફાઈનલ થઈ શકશે.
આ પણ વાંચો: ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા કોહલીએ BCCI સાથે કરી વાતચીત, જાણો વિરાટે શું કહ્યું?