CSK vs RR Playing XI IPL 2022: ધોની સેના પ્રથમ બેટીંગ કરશે. ચેન્નાઈ અને રાજસ્થાન બંને ટીમોએ કર્યા ફેરફાર, જુઓ પ્લેયીંગ 11

|

May 20, 2022 | 8:16 PM

CSK vs RR Toss and Playing XI News: આજે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સિઝનની અંતિમ મેચ છે. આ સાથે જ તે વિદાય લેશે, માટે જ જીત સાથે વિદાય લેવા પુરો દમ લગાવી દેશે

CSK vs RR Playing XI IPL 2022: ધોની સેના પ્રથમ બેટીંગ કરશે. ચેન્નાઈ અને રાજસ્થાન બંને ટીમોએ કર્યા ફેરફાર, જુઓ પ્લેયીંગ 11
CSK vs RR: મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમમાં થઇ રહી છે ટક્કર

Follow us on

IPL 2022 નો લીગ સ્ટેજ સમાપ્ત થવાના આરે છે અને માત્ર છેલ્લી ત્રણ મેચ બાકી છે, જેમાંથી એક મેચ 20 મે, શુક્રવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Rajasthan Royals vs Chennai Super Kings) આમને સામને છે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે અને અંબાતી રાયડુ ટીમમાં પાછો ફર્યો છે. તે જ સમયે, રાજસ્થાને શિમરોન હેટમાયરને પણ ટીમમાં સામેલ કર્યો છે, જે થોડા દિવસોની રજા પછી પરત ફર્યો છે. પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકેલા રાજસ્થાન માટે આ મેચ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ટોપ ટુ માં પહોંચી શકે છે.

આ મેચ માટે બંને ટીમોએ કોઈ મોટા ફેરફાર કર્યા નથી. રાજસ્થાન માટે, આક્રમક બેટ્સમેન શિમરોન હેટમાયર પાછો ફર્યો છે, જે તેના બાળકના જન્મ માટે થોડા દિવસોની રજા પર હતો. તે છેલ્લી મેચમાં રમ્યો નહોતો. જેમ્સ નીશમે તેના માટે જગ્યા ખાલી કરવી પડી છે. આ સાથે જ CSKમાં અંબાતી રાયડુનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો. તેના માટે શિવમ દુબેને પડતો મૂકવામાં આવ્યો છે.

આ મેચનું મહત્વ

આ મેચ આ સિઝનમાં બંને ટીમો માટે લીગ તબક્કાની છેલ્લી મેચ છે. આ સિઝનમાં ચેન્નાઈ માટે આ અંતિમ મેચ છે. બંને ટીમોનું ભાવિ નક્કી થઈ ચૂક્યું છે. રાજસ્થાન પ્લેઓફમાં પહોંચી ગયું છે, જ્યારે CSK બહાર થઈ ગયું છે. આવી સ્થિતિમાં, આ મેચનો કોઈ ખાસ અર્થ નથી, પરંતુ રાજસ્થાન માટે તે હજી પણ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં જીત સાથે, તેઓ પ્લેઓફમાં બીજું સ્થાન મેળવવામાં સફળ થશે. આવી સ્થિતિમાં, ટીમને ફાઇનલમાં દાવો કરવા માટે બે તક મળી શકશે. તે જ સમયે, તે CSK માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે છેલ્લા એટલે કે દસમા સ્થાને જવાનું ટાળશે અને મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા સ્થાને રહેવું પડશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

RR vs CSK: પ્લેઇંગ XI

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેડ મેકકોય

ચેન્નઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અંબાતી રાયડુ, એન જગદીસન, મિશેલ સેન્ટનર, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મતિષા પતીરણા, મુકેશ ચૌધરી

Published On - 7:25 pm, Fri, 20 May 22

Next Article