MS Dhoni એ કર્યુ મહત્વનુ એલાન! IPLમાં આગામી સિઝનમાં પણ CSK માટે લગાવી દેશે જાન, જોકે કોણ સંભાળશે કેપ્ટનશીપ?

MS Dhoni એ કર્યુ મહત્વનુ એલાન! IPLમાં આગામી સિઝનમાં પણ CSK માટે લગાવી દેશે જાન, જોકે કોણ સંભાળશે કેપ્ટનશીપ?
MS Dhoni એ આગામી સિઝનમાં CSKની ટીમમાં રહેશે

IPL 2022 ની શરૂઆતમાં કેપ્ટનશીપ છોડનાર એમએસ ધોની (MS Dhoni) ને સીઝનની મધ્યમાં ફરીથી CSKની કમાન સંભાળવી પડી હતી અને એવું માનવામાં આવે છે કે તે આવતા વર્ષે પણ આ જ જવાબદારી નિભાવતો જોવા મળશે.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

May 20, 2022 | 8:40 PM

IPL 2020 અને 2021 સીઝનના અંતે જે પ્રશ્નો ઉભા થયા હતા, તે જ પ્રશ્ન IPL 2022 માં પણ ઉઠ્યો હતો અને તે જ જવાબ મળ્યો હતો જે છેલ્લા બે વર્ષમાં મળ્યો હતો. સવાલ- શું મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આગામી સિઝનમાં પણ રમતો જોવા મળશે? જવાબ- ચોક્કસ. કૅપ્ટન કૂલે ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને ધોની (Dhoni) ના ચાહકોને ઉજવણી કરવાની તક આપી છે અને પોતે જ તેની જાહેરાત કરી છે કે તે આવતા વર્ષે ફરી એકવાર પીળી જર્સીમાં પરત ફરશે અને ચેન્નાઈના એમ ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં CSKના પ્રશંસકોની સામે પોતાની રીતે જ હશે. આઈપીએલ 2022 ની સીઝન ચેન્નાઈ માટે કોઈપણ રીતે સારી સાબિત થઈ ન હતી, પરંતુ સિઝનના અંત સાથે જ ટીમ અને તેના ચાહકોને આ ખુશખબર મળી છે કે આવતા વર્ષે ટીમનો ચહેરો અને દિમાગ આગામી વર્ષે ટીમ સાથે રહેશે.

બે વર્ષ પહેલા UAEમાં, જ્યારે CSK લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી, ત્યારે ટીમની છેલ્લી મેચમાં ટોસ દરમિયાન ધોનીને પૂછવામાં આવ્યું હતું કે શું આ તેની છેલ્લી મેચ હશે? ધોનીએ આપ્યો હતો જવાબ- ‘બિલકુલ નહીં.’ હવે બે વર્ષ પછી પણ CSK ની એ જ સ્થિતિ થઈ અને પછી છેલ્લી મેચમાં પણ આ જ સવાલ આવ્યો. રાજસ્થાન રોયલ્સ સામેની તેની છેલ્લી મેચમાં ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પછી આખરે તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તેના ચાહકો તેને આગામી સિઝનમાં ફરીથી જોઈ શકશે, તો ધોનીએ એક જ શબ્દમાં જવાબ આપ્યો – ‘બિક્કુલ.’

બ્રેબોર્ન સ્ટેડિયમમાંથી પ્રશંસકોને આ ખુશી આપતા ધોનીએ પોતાના મનની વાત પણ કહી અને એ પણ જણાવ્યું કે શા માટે તે આગામી સિઝનમાં પણ રમવાનું ચાલુ રાખશે. ચાર વખતના IPL ચેમ્પિયન કેપ્ટને કહ્યું કે, “…કારણ કે ચેન્નાઈને આભાર કહ્યા વિના અલવિદા કહેવું યોગ્ય નથી. સીએસકેના ચાહકો સાથે આવું કરવું સારું નહીં હોય. જો આગામી સિઝનમાં દરેક સ્થળે રમવાની તક મળશે, તો તે તમામ સ્થળોએ આભાર કહેવાનો મોકો મળશે.

આવતા વર્ષે કોણ બનશે કેપ્ટન?

જોકે, ધોનીએ એ પણ સ્પષ્ટ કર્યું નથી કે તે 2023 પછી પણ રમવાનું ચાલુ રાખશે કે નહીં. તે માત્ર ધોનીના રમવા વિશે જ નહીં, પરંતુ ટીમની કેપ્ટનશિપ વિશે પણ છે અને આ ક્ષણે CSK અથવા ધોની દ્વારા સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે, ક્રિકઇન્ફોના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધોની આગામી સિઝનમાં ટીમની કમાન સંભાળતો જોવા મળશે તેમજ ટીમને હજુ તેની જગ્યા ભરવા માટે યોગ્ય ઉમેદવાર મળ્યો નથી.

ધોનીએ IPL 2022 ની શરૂઆતમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાને જવાબદારી સોંપી હતી, પરંતુ જાડેજા આ ભૂમિકામાં સ્થિર થઈ શક્યો ન હતો અને ચેન્નાઈને પ્રથમ 8 મેચમાં માત્ર 2 જીત મળી હતી, ત્યારબાદ જાડેજાને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો હતો અને તે પરત ફર્યો હતો. ધોનીને ફરી કમાલ સોંપવાાં આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati