
આઈપીએલ 2026 પહેલા તમામ ટીમ પોતાની તૈયારીમાં લાગી ચૂકી છે. આઈપીએલની 19મી સીઝન 28 માર્ચથી શરુ થવાની આશા છે. 5 વખતની ચેમ્પિયન સીએસ ટીમ આ વખતે અનેક યુવા ખેલાડીઓને લઈ મેદાનમાં ઉતરશે. આ સિવાય એમએસ ધોની પણ પોતાની તૈયારી કરી ચૂક્યો છે. સીઝન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવી જર્સી લોન્ચ કરી છે, જેનો વીડિયો ફ્રેન્ચાઈઝીએ શેર કર્યો છે.
સીએસ કે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સિવાય સરફરાઝ ખાન અને આયુષ મ્હાત્રે એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ગાયકવાડ એક બેગમાંથી જર્સી બહાર કાઢે છે. આ જર્સી પાછળ ધોનીનું નામ લખેલું હોય છે. તેનો નંબર 7 છે. ત્યારબાદ ધોનીની એન્ટ્રી ધમાકેદાર અંદાજેમાં થાય છે. વીડિયોમાં ધોની પહેલા બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સીએસકેના ચાહકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સીએસકે પહેલા લખનૌ સુપર જાયન્ટસે પોતાની જર્સી લોન્ચ કરી હતી. ટીમે પોતાની જર્સીનો કલર પણ બદલ્યો છે.
DENCOMING
CHAPTER 7⃣: THE JERSEY HEIST– The 1 March-ing us all into the Summer of 2026… #WhistlePodu #Yellove #Dencoming pic.twitter.com/Zni64h58Lt
— Chennai Super Kings (@ChennaiIPL) March 1, 2026
આઈપીએલ 2026 ઓક્શનમાં સીએસકેના નવા ખેલાડીઓને પોતાના દળનો ભાગ બનાવ્યો છે. સીએસકેના પ્રશાંત વીરને 14.20 કરોડ, કાર્તિક શર્મા 14.20 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય ટીમે સરફરાઝ ખાનને 75 લાખમાં ખરીદ્યો છે. જ્યારે રાહુલ ચહર 5.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ટીમે ઓક્શન પહેલા સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સમાંથી રવિન્દ્ર જાડેજાના સ્થાન પર ટ્રૈડ કર્યો હતો. સંજુ સેમસન આ વખતે પીળી જર્સીમાં જોવા મળશે.
એમએસ ધોની, અંશુલ કંબોઝ,ગુરઝાપીત સિંહ, જેમી ઓવરટન,મુકેશ ચૌધરી,નાથન એલિસ,નુર અહમદ, રામકૃષ્ણ ધોષ, સંજુ સેમસન,ઋતુરાજ ગાયકવાડ,શિવમ દુબે,શ્રેયસ ગોપાલ,ખલીલ અહમદ,આયુષ મ્હાત્રે,ડેવાલ્ડ બ્રેવિસ,ઉર્વિલ પટેલ,કાર્તિક શર્મા, પ્રશાંત વીર,અકિલ હોસેન,મૈટ હેનરી, મૈથ્યુ શોર્ટ,સરફરાઝ ખાન, અમન ખાન,રાહુલ ચહર અને જૈક ફાઉલ્ક્સ