એક તરફ તમામ 10 ટીમો IPL 2025 પહેલા મેગા ઓક્શનના મુદ્દાને લઈને ઝઝૂમી રહી છે, તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ આ ટૂર્નામેન્ટમાં નિવૃત્તિના સવાલ પર મોટી વાત કહી છે. જ્યારે ધોનીને હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તે IPL 2025માં રમશે તો તેણે સ્પષ્ટ કહ્યું કે આ બધું તેના હાથમાં નથી. ધોનીએ કહ્યું કે IPL 2025ના રિટેન્શન નિયમોને જોઈને જ નિર્ણય લેવામાં આવશે, હાલમાં આ નિર્ણય તેના હાથમાં નથી.
ધોનીએ કહ્યું, ‘અમારે પ્લેયર રિટેન્શનના નિર્ણયની રાહ જોવી પડશે, બોલ અત્યારે અમારા કોર્ટમાં નથી. એકવાર નિયમો બની જશે પછી હું નિર્ણય લઈશ.’ એમએસ ધોની 43 વર્ષનો છે અને તેણે છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તે આધારે જ નિર્ણય લેવામાં આવશે. જો કે તેની ફિટનેસ હવે પહેલા જેવી નથી રહી, પરંતુ આ ખેલાડીએ આખી સિઝનમાં વિકેટકીપિંગ કરી છે, તેથી એવું ન કહી શકાય કે ધોનીમાં હવે તાકાત નથી.
એક અહેવાલ હતો કે જો BCCI માત્ર ચાર ખેલાડીઓને જ રિટેન કરવાનો નિયમ બનાવે છે તો ધોની માટે આગામી સિઝનમાં રમવું મુશ્કેલ બની જશે. રિપોર્ટ અનુસાર, જો BCCI આગામી સિઝન પહેલા પાંચથી છ ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ બનાવે તો જ ચેન્નાઈની ટીમ ધોનીને રિટેન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે જો ચાર ખેલાડીઓને રિટેન કરવા પડશે તો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, મતિશા પથિરાના અને શિવમ દુબેને રિટેન કરી શકાય છે. હવે બધાની નજર IPL ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણય પર છે.
MS Dhoni talking about “Thala for a reason” Trend in Social Media. pic.twitter.com/xr5F4BqELJ
— Johns. (@CricCrazyJohns) August 1, 2024
પ્રદર્શનના દૃષ્ટિકોણથી ધોનીની નિવૃત્તિ અત્યારે યોગ્ય નથી. આ ખેલાડીએ ગત સિઝનમાં ફિનિશર તરીકે ટીમ માટે ઘણું યોગદાન આપ્યું હતું. તે 8 ઈનિંગ્સમાં 53થી વધુની એવરેજથી 161 રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેનો સ્ટ્રાઈક રેટ 220થી વધુ હતો.
આ પણ વાંચો: IND vs SL : શ્રીલંકાની ટીમમાં મોહમ્મદ શિરાઝ-ઈશાનની એન્ટ્રી, ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની વધારશે મુશ્કેલી
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો