IPL 2024માં ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની મળી હતી. આ સિઝન તેના માટે એવરેજ રહ્યું હતું. તેની કપ્તાની હેઠળ CSKએ સારી શરૂઆત કરી હતી, પરંતુ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારીને CSK ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. હવે ગાયકવાડ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પુનેરી બાપ્પાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રત્નાગીરી જેટ્સ સામેની મેચમાં તેણે ધોનીની સ્ટાઈલની નકલ કરવાનો પ્રયાસ કર્યો અને તેના કારણે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો.
મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં 27 જૂને પુનેરી બાપ્પા અને રત્નાગીરી જેટ્સ વચ્ચે મેચ હતી. આ સિઝનમાં તે પુનેરી બાપ્પાની ટીમ માટે રમી રહ્યો છે અને તે આ મેચમાં પણ ટીમમાં હતો. તેની ટીમને 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રનચેઝ કરતા પુનેરી બાપ્પાએ 13મી ઓવર સુધી 6 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા અને તેને 6 ઓવરમાં 69 રનની જરૂર હતી. આ પછી ધોનીની જેમ તે આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.
આ પછી ગાયકવાડ 18 બોલમાં 23 રન જ બનાવી શક્યો હતો. તેને છેલ્લી ઓવરમાં 10 રન બનાવવાના હતા, જ્યારે 4 બોલમાં 7 રનની જરૂર હતી, ત્યારબાદ તેણે સિંગલ છોડી દીધી. ધોની પણ છેલ્લી ઓવરમાં ઘણી વખત આવું કરે છે. આ પછી, તે 3 બોલમાં સ્ટ્રાઈક પર રહ્યો, પરંતુ ધોનીની જેમ તે એક પણ સિક્સર મારી શક્યો નહીં કે કોઈ રન બનાવી શક્યો નહીં. આ રીતે તેની ટીમ 6 રનથી હારી ગઈ હતી.
Death bowling at its best
Watch our सांगली express, Vijay Pavle defend 10 runs in the final over vs Puneri Bappa#RatnagiriJets #AataItihaasGhadel #GoJets #Cricket #RuturajGaikwad #Throwback #ThrowbackThursday #Bowling #Deathbowling #CricketVideos #MPL #MPL2024 pic.twitter.com/Av0UBxpp3g
— Ratnagiri Jets (@RatnagiriJets) June 27, 2024
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવે છે. તેણે એશિયન ગેમ્સમાં ટીમ માટે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આ પછી તેણે IPLમાં 14 મેચમાં 141ના સ્ટ્રાઈક રેટથી 583 રન બનાવ્યા. હવે તેને T20 વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે 5 T20 મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમનો ભાગ હશે.
આ પણ વાંચો: શું તમે જાણો છો એક મેચ માટે કેટલો પગાર લે છે અમ્પાયર, સાથે વધારાના પૈસા પણ મળે છે