Cricket: ઝાહિર ખાનને આ કારણથી વિરેન્દ્ર સહેવાગ આપવા લાગ્યો હતો ગાળો, જાણો સહેવાગે શું કહ્યુ

|

Jul 11, 2021 | 12:54 PM

વિરેન્દ્ર સહેવાગને આમ તો સૌરવ ગાંગુલીએ તેની કેપ્ટનશીપ વખતે ઓપનર તરીકેની તક આપી હતી. ત્યારબાદ સહેવાગની સફળ ઓપનરોમાં ગણના થવા લાગી હતી.

Cricket: ઝાહિર ખાનને આ કારણથી વિરેન્દ્ર સહેવાગ આપવા લાગ્યો હતો ગાળો, જાણો સહેવાગે શું કહ્યુ
Virender Sehwag-Zaheer Khan

Follow us on

વિરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag) ને ભારતીય ટીમના સફળ ઓપનરો પૈકી એક ગણવામાં આવે છે. સહેવાગને ઓપનર તરીકેની તક સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આપી હતી. પરંતુ ગાંગુલીને આ આઇડીયા સૂઝાડ્યો ઝાહિર ખાને (Zaheer Khan). ઝાહિર ખાનને સહેવાગમાં ઓપનર તરીકે સફળ નિવડવાના લક્ષણ પરખાયા હતા. તેણે ગાંગુલીને સહેવાગનો આઇડીયા આપતા જ તે અમલમાં આવ્યો હતો. પરંતુ બદલામાં વિરુએ ઝાહિર ખાનને અઢળક ગાળો આપી હતી.

મીડિયા રિપોર્ટનુસાર, સહેવાગે પોતાના કરિયરને લઇને એક શોમાં વાત કરતા કહ્યુ હતું, સૌરવ ગાંગુલીએ જ ડિસેમ્બર 2000 માં ઝિમ્બાબ્વે સામે ટીમમાં મારી પસંદગી કરી હતી અને ઘણાં મોકા આપ્યા હતા. શરુઆતમાં 15-20 ઇનીંગમાં વધારે રન નહોતો બનાવી શક્યો. જોકે ગાંગુલીએ સપોર્ટ જારી રાખ્યો હતો.

પૂર્વ ઓપનર વિરુએ આગળ વાત કરતા કહ્યુ હતું, ઓપનર બનાવવાનો શ્રેય સૌરવ ગાંગુલીની સાથે ઝાહિર ખાને પણ જાય છે. અમે તે સમયે શ્રીલંકા પ્રવાસે હતા. તે સમયે ઓપનરના રુપમાં યુવરાજ સિંહ, અમય ખુરશીયાં, હેમંગ બદાનીને અજમાવાયા હતા. જોકે કોઇ પણ રન બનાવવામાં સફળ રહ્યા નહોતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આગળ કહ્યુ કે, ત્યાર બાદ ઝાહિર ખાને ગાંગુલીને એપ્રોચ કર્યો કે, દાદા સહેવાગથી ઓપનીંગ કરાવો. બસ ત્યારથી હું ઝાહિર ખાનને ગાળો આપતો હતો, કે તે મને ઓપનર કેમ બનાવડાવ્યો. જોકે આ બંનેનો હું આભાર માનવા માંગીશ. તેમના કારણે જ હું ઓપનીંગ કરીને આટલા રન બનાવી શક્યો.

સહેવાગની ક્રિકેટ કરિયર

વિરેન્દ્ર સહેવાગના ક્રિકેટ કરિયરની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમ વતી 251 વન ડે મેચ રમી ચુક્યો હતો. જેમાં તેણે 8273 રન કર્યા હતા. સહેવાગે 15 વન ડે શતક નોધાવ્યા હતા. જ્યારે 104 ટેસ્ટ મેચ રમીને 8586 રન બનાવ્યા હતા. જેમાં 23 શતક ફટકાર્યા હતા. સહેવાગ 19 T20 મેચ રમ્યો હતો. જેમાં તેણે 394 રન નોધાવ્યા હતા.

ઝહિર ખાન ક્રિકેટ કરિયર

ઝાહિર ખાનના કરિયરને જોવામાં આવે તો, ભારત વતી તે 92 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જે દરમ્યાન 311 વિકેટ તે ઝડપી ચુક્યો છે. તેની ઇકોનોમી 3.27 ની હતી. 200 વન ડે મેચ રમીને તે 282 વિકેટ ઝડપી છે. આ દરમ્યાન તેની ઇકોનોમી 4.93 ની હતી. ભારત તરફથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ 17 રમી હતી. જેમાં તેણે 17 વિકેટ ઝડપી હતી. આઇપીએલમાં 100 મેચ રમીને ઝાહિર ખાન 102 વિકેટ ઝડપી ચુક્યો છે.

 

 આ પણ વાંચોઃ  Ind Vs SL: હાર્દિક પંડ્યા શ્રીલંકામાં વહાવી રહ્યો છે પરેસેવો, શ્રેણી માટે કરી રહ્યો છે તૈયારીઓ, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Tokyo Olympics: હોકી ટીમથી ચાર દાયકાથી જોવાઇ રહી છે રાહ, આ વખતે મેડલ જીતવા આશા

Next Article